૧) લાખોટા તળાવ..( રણમલ તળાવ)
જામનગર નું મુળ નામ નવાનગર છે જામનગર ને છોટા કાશી નું બીરુદ પણ આપવામાં આવ્યુ છે .
જામ રાવળે ઈ. સ. ૧૫૨૬ આસપાસ આ નગર ની સ્થાપના કરેલી જામનગર ની ગાદી ઉપર અનેક પ્રતાપી રાજવી ઓ થયેલાં છે.
ઇ.સ.૧૮૨૦ માં જામનગર ની ગાદી ઉપર જામ રણમલજી (૨...જા )હતા તે પ્રજા વત્સલ રાજવી હતાં તેમજ સ્થાપત્ય અને સુંદર બાંધકામો પ્રત્યે ખુબ ઊંડો રસ ધરાવતાં હતા તેણે આ લાખોટા તળાવ ૧૮૨૦ થી ૧૮૫૨ ના સમય ગાળામાં બંધાવ્યા નું કહેવાય છે.
જામનગર શહેર ની મધ્ય માં આવેલું આ લાખોટા તળાવ(રણમલ તળાવ)
નગરની સોભા માં અભિવૃદ્ધિ કરે છે
જે રણમલજી ૨ જા એ બનાવ્યા નું કહેવાય છે.અને પરદેશી પક્ષી ઓ અને સહેલાણીઓ માટે આજેપણ આકર્ષણ નું કેન્દ્ર ગણાય છે
તળાવ ની બરાબર મધ્યમાં સ્થાપત્યના ઉમદા નમુના રુપ કિલ્લો બાંધવામાં આવેલો છે તળાવની વચ્ચે નો આ કિલ્લો લાખો ના ખર્ચે બાંધવામાં આવ્યો હોવાથી તે લખોટા તરીકે વધારે પ્રસિધ્ધ થયો છે.
તળાવ અને વચ્ચે નો આ કિલ્લો ઉમદા સ્થાપત્ય તો છેજ પણ રાજવી ની પ્રજાવત્સલયતા નો પૂરક દસ્તાવેજ છે.
૨) શનિવારે બાલા હનુમાન ના દર્શન.
જામનગર ની મધ્યે લાખોટા તળાવ ની પાળે આવેલ આ બાલા હનુમાન મંદિર માં શ્રી પ્રેમભીક્ષુજી મહારાજે શરૂ કરેલી અખંડ (૨૪ × ૭) રામધૂન અવિરત 60 વર્ષ થી ચાલુ છે.
આ મંદિર અખંડ રામધૂન માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ માં પ્રથમ નંબર પર આવે છે. અહીં આવતા જ મેં જામનગર માં વિતાવેલ 5 વર્ષ અને રોજ સાંજે લાખોટા તળાવ પર લટાર મારવાની યાદો તાજી થઈ જાય છે.
અખંડ રામધૂન માં દ્વિતીય નંબર પર મારા વતન પોરબંદર નું રામધૂન મંદિર આવે છે.
જામનગર ની ઓળખ સમાન આ ભક્તિમય વાતાવરણ અને શાંત મંદિર ની અચૂક મુલાકાત લેવા જેવી.
૩) 🏍મારોબાઈક પ્રવાસ🚩
🙏ગોપનાથ મહાદેવ🌹
મોટીગોપ જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું મોટી ગોપ ગામ આવેલ.ત્યાં ડુંગરની ઉપર ભગવાન શ્રીકૃષ્ણએ સ્થાપના કરેલ. ગોપનાથ મહાદેવ મંદિર આવેલછે.જામનગર થી લાલપુર પોરબંદર તરફ 50 કિલો મીટરના અંતરે ગોપગામ હાઇવે થી 3 કિલોમીટર અંદર ડુંગર ઉપર શાંત રમણીય વાતા વરણ મા ભગવાન શિવ ગોપનાથ મહાદેવના દર્શન કરી વાત કરશુ
🙏જય ગોપનાથ મહાદેવ 🙏
મિત્રો કહેવાઈ છે.કે ગોપનાથ મહાદેવની સ્થાપના શ્રીકૃષ્ણ ભગવાને કરેલ છે. એમ કહેવાય છે.કે 5500 વર્ષ પહેલાંની વાતછે. જામનગર થી 50 કિલોમીટર ના અંતરે લાલપુર પાસે ગોપનાથ નામ નો ડુંગર આવેલ છે.આ ડુંગરની ધાર પાસે જીણા વારી નામનું ગામ ગામ આવેલછે.અને ખડ ખડ વહેતી નદી રમણીય સ્થળ મનમોહક છે.
(જામજોધપુર તાલુકાના ગોપ માઇન્સ ગામે ગોપના ડુંગર ઉપર શ્રી ગોપનાથ મહાદેવનું ઐતિહાસિક અને પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે ગોપનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.
ઇતિહાસ પ્રમાણે ગોપનાથની બાજુમાં ઝીણાવારી ગામ છે ત્યાં એક રાક્ષશે 16 હજાર ગોપ કન્યાઓને પુરીને રાખેલી અને તેનું શોષણ કરતો હતો આ વાતની જાણ શ્રીકૃષ્ણને થતા તેમણે અહી આવીને ગોપ કન્યાઓને મુકત કરાવી રાક્ષસનો વધ કર્યો હતો આજે પણ ઝીણાવારી ગામે શ્રીકૃષ્ણના પગલા તથા ગોપ કન્યાઓને જયાં પુરી રાખેલી તે ગુફાઆે આવેલી છે તથા અહી અત્યંત પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર પણ આવેલું છે.)
ત્યાં આ જીણાવારી ગામમાં એક ભયંકર દુષ્ટ રાક્ષસ રહેતો હતો.અને તે રાક્ષસએ 16000 ગોપ બાળા ને કૈદ કરી જીનાવારી ગામની ગુફામાં પુરી દીધી હતી.ગુફામાં ગોપબાળાએ ભગવાન શ્રીકૃષ્ણ ની પ્રાથના કરી.અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રાથના સાંભળીને આવ્યા.અને તે દુષ્ટ રાક્ષસને સત્યભામા ને સાથે રાખી ને મારી ગોપ બાળાને મુક્ત કરી.હતી.આ રાક્ષસને વરદાન હતું કે શ્રી કૃષ્ણની રાણી સત્યભામા સાથે સામે હશે.તોજ મરે.
શ્રીકૃષ્ણ ભગવાનને સત્યભામા ને સાથે રાખી રાક્ષસને માર્યો 16000 ગોપ બાળાઓ ને મુક્ત કરી.અને ગોપનાથના ડુંગર ઉપર ભગવાન શિવ શંકર મહાદેવની સ્થાપના કરી.અને ગોપનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવેછે. ડુંગરની બાજુમા જીણાવારી ગામછે. ત્યાં નદીને કાંઠે એક ગુફા છે. આ ગુફામાં શક્તિદેવી નું મંદિર અને ગોપ બાળા નું મંદિર છે. ત્યાં અવશ્ય દર્શન કરવા જેવા છે. કહેવાઈ છે કે આ ગુફા જુનાગઢ નીકળે છે.
આગળ ગુફામાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો.છે.
જીણાવારી ગામમાં છઠ્ઠી શતાબ્દી નું પુરાતન જુનવાણી સુર્ય મંદિર આવેલછે.ત્યાં પણ દર્શન કરવાં અને જોવા જેવું છે.આપ ગોપનાથ દર્શન કરવા જાવ ત્યારે જરૂર જીણાંવારી જાજો.
દર્શન કરવા નદીકાંઠે સરસ રમણીય સ્થળ છે.
ગોપનાથ મહાદેવના ડુંગર ઉપર જાવા માટે પહેલા 500 પગથિયાં ચડવા પડતા હતાં પણ હવે ત્યાંના મહંતબાપુ એ ડુંગર ઉપર જવા માટે રસ્તોબનાવ્યો છે. ડુંગર ઉપર મહાદેવ મંદિર અને આશ્રમ છે.ત્યાં ડુંગર ઉપર મંદિર સુધી રસ્તો છે.બાઈક કે ફોર વિલ લઈને જઈ શકાય છે. ત્યાં ઉપર રહેવા અને જમવાની સગવડ છે. ત્યાં કોઈ ચાર્જ નથી ફ્રી છે.ત્યાં મહંતબાપુ અને ભક્તો ના ભજન સત્સંગ ચાલુ હોયછે.
ત્યાં દાનપેટીમાં તમારી શક્તિ મુજબ દાન કરી શકોછો. ગોપનાથ ગામ ની બાજુમાં હાઇવે ઉપર વેરાડગામ છે ત્યાં હિંગળાજમાતાનું.ઐતિહાસિક મંદિર છે. હીંગળાજ માતાજી ત્યાં પાકિસ્તાન માંથી આવેલછે.હાઇવે ઉપર જ એક કિલ્લામાં માતાજી નું સ્થાપન છે. દર્શન કરવા જેવું છે.
આગળ જતા 15 20 કિલોમીટર ના અંતરે ભાણવડગામછે. ત્યાં વિર માંગળાવારા નું સ્થાનક ભૂતવડ છે.ભાણવડની બાજુમાં કીલેશ્વર મહાદેવ નું સ્થાનક ડુંગર ઉપર છે. ઘુમલીનો મા આભપરો ત્યાં ત્રિકમજીબાપુ નો આશ્રમ આશાપુરા માતાનો ડુંગર ત્યાં આશાપુરા માતાજીના મંદિર સોનકંસારી ઘણા બધું દર્શન ફરવા જેવું છે.ભાણવડ મા ઈન્દ્રેસ્વર મહાદેવ ત્રિવેણી સંગમ ત્રણ નદીનો સંગમ પિતૃતર્પણ નું મહાત્મય છે.તો મિત્રો અહીંનો પ્રવાસ કરો ત્યારે આજુબાજુ નજીકમાં જ ઘણા બધા જોવાલાયક ફરવાના સ્થળો.છે.
🙏 જય ગોપનાથ મહાદેવ 🚩
🙏 જય શ્રીકૃષ્ણ જય શક્તિમા 🚩
મિત્રો આપડા પ્રવાસ નો ભાગ -33 પૂરો કરી.
નવો પ્રવાસ કરશુ. ભાગ -34 મા
લેખક-ભરત.શીંગડીયા "જય માતાજી"
(સો.પ્રજાપતિ) 24 / 9 / 20
No comments:
Post a Comment