Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો દેવ દ્વારકા ભૂમિ

૧) ગોપી તળાવ 

૨) નવલખા મંદિર (ઘુમલી - ગુજરાત) જેઠવા રાજપૂતો દ્વારા 11મી સદીમાં બંધાયેલું
 આ ગુજરાતનું પ્રાચીન સૂર્ય મંદિર છે.
જેઠવા વંશના રાજાઓની તત્કાલિન રાજધાની એટલે બરડા ડુંગરની ગોદમાં આવેલું ઘુમલી! જાણીતા ઇતિહાસવિદ શ્રી.નરોત્તમ પલાણ કહે છે કે, અઢી હજાર વર્ષના અવશેષો ધરાવતી ઘુમલી નગરી એક સમયે સમૃદ્ધ માનવ વસાહત ધરાવતી હતી. 
આજે પણ આ ગામની આજુબાજુમાં સંખ્યાબંધ મંદિરો છે એ પૈકી સોલંકી યુગના સ્થાપત્યનો મધ્યાહ્ન એટલેકે લગભગ બારમી સદીમાં બંધાયેલું ઘુમલીનું નવલખા મંદિર તે સમયની ઊંચામાં ઊંચી પીઠ અને ભાગ્યે જ જોવા મળતો બે માળનો મંડપ ધરાવે છે. એની દીવાલો પર કમળ, ઘંટ, કીર્તિમુખ, હાથી અને માનવ આકૃતિઓની સજાવટ છે. બહારની દીવાલ પર વચ્ચેના ગવાક્ષની નીચે સૂંઢમાં સૂંઢ પરોવેલા હાથી યુગ્મો નોંધપાત્ર છે.
આ મંદિર બનાવવા માટે ખર્ચાયેલા નવ લાખ રૂપિયા તેના નામકરણનું નિમિત્ત બન્યા છે.
#નવલખા_મંદિર 

નવલખા મંદિર (નવલખો), ઘુમલી, ભાણવડ

કોઈ ક્યારેક મને પૂછે કે તમારા ગામની આજુબાજુ શુ જોવાજેવું છે, તો એના જવાબમાં મારી પાસે આમતો બહુ લાબું લીસ્ટ છે પરંતુ એમાં બરડો, ઘુમલી અને અહીં આવેલો નવલખો મોખરે આવે.
સોલંકી યુગના સ્થાપત્યનું મહત્ત્વનું દૃષ્ટાંત એવું આ મંદિર ૧૨મી સદીનું છે અને તે સમયે નવ લાખ રૂપિયામાં બનેલું હોવાથી એને નવલખા મંદિર (નવલખો) તરીખે ઓળખાય છે.
તત્કાલીન સમયની ઊંચામાં ઊંચી પીઠ તેમ જ ભાગ્યે જ જોવા મળતો એવો બે માળનો મંડપ આ મંદિરની ભવ્યતા બતાવે છે. અહીની દીવાલો કમળ, ઘંટ, કીર્તિમુખ , હાથી અને માનવ આકૃતિઓથી સજાયેલી છે. બહારની દીવાલ પર વચ્ચેના ગવાક્ષની નીચે સુંઢમાં સૂઢ પરોવેલા ત્રણ હાથીયુગ્મો નોંધપાત્ર છે.

હું નાનપણથી એને જોતો આવું છું અને ભાણવડ અને એની આજુબાજુમાં રહેતા દરેક અહીંની મુલાકાત લીધેલ જ હશે. 2001ના ભૂકંપ બાદ થોડો ખળભળી જતા જોવા જવામાં થોડો ડર પણ લાગતો. પણ હમણાંના સમયમાં પુરાતત્વ વિભાગની થોડી મહેનત અને સમારકામ ના લીધે ફરી સુંદર અને જવામાં સુરક્ષિત બન્યો છે. સાથે સાથે અમુક અમુક જગ્યા એ અહીં નવું શિલ્પકામ પણ થયેલું દેખાય છે. પણ સાથે તમે એ પણ જોઈ શકશો કે અમુક ઉપદ્રવી જાનવરો એ આના પાર લિટોળા કરીને અને પોતાના નામો લખી આવા ગૌરવ લેવા જેવા સ્થાપત્યને નુકશાન પણ પહોચાડ્યું છે. મને તો એ સમજાતું નથી કે લોકો શા માટે આવું કરતા હશે? પોતાના નામ લખવાથી એ લોકો પોતાની સાથે એ નામની પણ બદનામી કરે છે. માટે એક સમજુ વ્યક્તિ તરીકે જો તમે પણ આવું કરતા હો તો સુધારી જાજો.

અને હા શુ તમે અહીં એક સ્થંભમાં વાગતા શંખ વિશે જાણો છો? હા, અહીં અંદર જતા ડાબી બાજુ આવતા થાંભલાઓ માના એક માં એક કાણું જોયું હશે. એમાં શંખ વગાડતા હો એ રીતે હવા ફૂંકો તો શંખ જેવી જ મધુર ઘ્વની સંભળાય છે. પણ હા એના માટે શંખ વગાડતા અવડવો જોઈ હો, બાકી પપૂડા જેવું વાગે તો મને ના કહેતા😅. મેં વગાડ્યો ત્યારે શંખની સુંદર ધ્વની સાંભળેલી, તમે આ પેલા કોશિશ ના કરી હોય તો કરી જોજો. છઠ્ઠા ફોટોગ્રાફમાં એની જગ્યા બતાવી છે.

સાથે સાથે થોડા એક મહિના પહેલા અહીંના લીધેલા બીજા ફોટોગ્રાફ પણ પોસ્ટ કરું છું. હવે આટલી સુંદર ઇમારત હોય તો ફોટો પાળતા મન ભરાય નહીં એ સ્વાભાવિક છે. એટલે થોડા વધુ જ પડેલા છે. તમને વધુ ક્યાં ગમ્યા એ જરૂર થી બતાવજો.

૩) બરડા અભયારણ્ય 
ભાણવડથી 20 કિમીનાં અંતરે આવેલ બરડા અભયારણ્ય ની છેક મધ્યમાં આવેલ પ્રાચીન એવું કિલેશ્વર મહાદેવનું મંદિર એની અપ્રતિમ સુંદરતાથી ઓપતું બરડાની વન્યસૃષ્ટિનું આગવું ને અનોખું નઝરાણું છે. ગીર જંગલથી આવેલ 7 જેટલા સિંહોનું આશ્રય સ્થાન બનેલ બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં હવે બરડા જંગલ સફારી પણ શરૂ થઈ ગયેલ છે. ચાર જીપ્સીની સુવિધા સાથે સિંહદર્શનનો લ્હાવો લેવા ગીર જેટલી જ ઉત્સુકતા અહીં પણ લોકોમાં વધી રહી છે. ચોમાસામાં તો આ વિસ્તારનું અફાટ સૌંદર્ય માણવા જેવું. પણ ઉનાળાની શરૂઆતમાં પણ અહીંનું સૌંદર્ય એટલુજ રમણીય ને મનભાવન છે. બરડા અભયારણ્ય ની આસપાસ આવેલ ઘુમલી , નવલખા મંદિર ( 12. મી સદી ) , ઘુમલી પાસે જ આવેલ આશાપુરા મંદિર ( 800 પગથિયા ) અને બીજા પણ અનેક સ્થાનો માણવાલાયક છે. જંગલ સફારી ચેક પોસ્ટથી કિલેશ્વર મંદિર નો 10 કિમી નો રસ્તો રફ & ટફ છે પણ નાની ગાડીઓ પણ ત્યાં જઈ શકે છે. પોરબંદર , ભાણવડ , જામજોધપુર , ખંભાળિયા , કાલાવડ ગમે ત્યાંથી અહીં એકાદ કલાકમાં પહોંચી શકો છો. 

No comments:

Post a Comment