તે ભરુચ થી લગભગ ૧૨ કિલોમીટર દૂર આવેલું એક ઐતિહાસિક સ્થળ છે.
નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે.
આ સ્થળે સંત કબીરનું મંદિર પણ આવેલું છે.
અહીં વિશાળ એક વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે.
એવું કહેવામાં આવે છેકે આ વડ નુ વૃક્ષ લગભગ ૬૦૦ વર્ષ જુનું છે. અને તેની સાખાઓ આશરે ૩ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે....
કબીરવડ જવા માટે ભરૂચથી વાયા તવરા અને શુકલતીર્થ ગામ થઈ ને જવામાં આવે છે.
કબીરમઢી સ્થળ પર જવા માટે હોડીઘાટ ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
૨) ભરુચ ના પ્રાચીન સ્વયંભુ નવનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ
प्रेमनाथ नमस्तुभ्यं स्वात्मदं भूरिवैभवम् ।
भवं वै भवदन्तारं नौमि नाथापँयात्रकम् ॥
હે પ્રેમનાથ મહાદેવ, તમને હું નમસ્કાર કરું છું. તમે સ્વરુપ નું જ્ઞાન કરાવનાર અને અખૂટ વૈભવને આપનાર છે .સંસાર વાસનાને દુર કરનાર હે મહાદેવ તમને હું પ્રણામ કરું છું. હે જગન્નાથ, આ જગતમાં મને (પરમ) સુખ અર્પણ કરો.
* નવનાથના નામ તો કહું
ગંગનાથ પ્રથમ છે સહુ
દશા મેઘ આગળ જાણ,
સોમનાથ, જવાલનાથ જે
મહીની ઊંડાઇ એ આવ્યા તેહ
કાશી વિશ્વનાથ ને સિધ્ધનાથ
ત્યા તો બેઠાં છે પ્રેમનાથ
ભુતનાથ નું દેવળ જેહ
ભાગાકોટ આગળ આવ્યું જેહ
કામનાથ મહાદેવ તો જાણ
વેજલપુરમાં બેઠાં પ્રમાણ.
🙏જય મહાદેવ🙏
🙏નર્મદે હર 🙏
* જુના ભરૂચ મા માં નર્મદા ના કિનારે પ્રાચીન સ્વયંભુ નવનાથ મહાદેવ નાં મંદિર આવેલા છે. (સ્કંદ પુરાણ ,રેવાખંડ અધ્યાય ૧૮૧)ઉલ્લેખ છે સ્વયંભુ પ્રાગટ્ય નવનાથના શિવલિંગની કથાઓ પણ પુરાણોમાં વિસ્તારથી કહેવાયેલી છે.
જેનો ઉલ્લેખ આવૉચીન ગ્રંથમાં પણ છે.
સ્વયંભુ પ્રાગટ્ય નવનાથ મહાદેવ મંદિર
(1) *ગંગનાથ મહાદેવ* , કબીર પુરા ધોળીકુઇ બજાર
(2) *સિધ્ધનાથ મહાદેવ* , અંબાજી મંદિર દાંડીયા બજાર લોઢવાણ નો ટેકરો.
(3) *કાશી વિશ્વનાથ* મહાદેવ, દાંડીયા બજાર ભીમાશંકર મહાદેવ મંદિર ની પાસે ટેકરા પર
(4) *જવાલનાથ મહાદેવ,* ભુગૃરુષી મંદિર દાંડીયા બજાર
(5) *સોમનાથ મહાદેવ* , સોમનાથ નો ટેકરો,સ્વામિનારાયણ મંદિર ની પાછળ.
(6) *ભીમનાથ મહાદેવ* , નદી કિનારે ઉંડાઇ,
(7) *પ્રેમનાથ મહાદેવ* , નદી કિનારે ઉંડાઇ
(8) *ભુતનાથ મહાદેવ* , ભુતનાથ ફરીયુ,કેસુર મામા નો ચકલો.
(9) *કામનાથ મહાદેવ* ,વેજલપુર
* *ભુગુરુષી* ના તપ, સાધના અને પરાક્રમોની કથા ભુગૃકચ્છ સાથે વણાયેલી છે.
કે નવનાથ મહાદેવ ના શિવલિંગ પર ભુગુરુષી મહારાજ, ચંદ્રદેવ,તથા નવનાથો એ અભિષેક, પુંજા કરી હતી.
* નવનાથ મહાદેવ નાં શિવલિંગ પર અભિષેક ,પુંજા અને દર્શન કરવાથી ઘણી યાત્રા કરવાનું ફળ મળે છે
* નવનાથઓ એટલે(1) મત્યેંદ્રનાથ (2) ગોરખનાથ (3) ગહિનીનાથ (4) જાલીંદ્રનાથ (5) કાનિફનાથ (6) ભતઁરીનાથ (7) રેવાણનાથ (8) નાગનાથ (9)ચપટીનાથ નવનાથ ભૃગુકચ્છ (ભરુચ) મા નર્મદા નદીના કિનારે તપસ્યા કરી હતી. (ભવિષ્યોત્તર પુરાણો 'માં) ઉલ્લેખ છે.
* ભવિષ્યોત્તર પુરાણ ' માં લક્ષ્મીજી એ પૃથ્વી પર સૌથી સુંદર અને પવિત્રધામ તરીકે ભૃગુકચ્છની ધરતીને સ્વીકારી. વિષ્ણુ ભગવાન પાસે અહીં જ સ્થિર થવાનું સ્વીકાર્યું. આજ નું સોનેરી મહેલ તે ( શ્રી એટલે લક્ષ્મીનગર ) બન્યું .
* વિષ્ણુ ભગવાન બોલ્યા, " સૃષ્ટિમાંથી ગમી જાય તે સ્થળ પસંદ કરો . વૈભવ તમારે બારણે છલકાવીશું".
ફરતાં ફરતાં ભૃગુકચ્છ (ભરુચ) આવી લક્ષ્મીજીએ જણાવ્યું " અહીં *નવનાથ* તપ કરી રહ્યા છે, પવિત્ર નર્મદા ના સાનિધ્યમાં છે માટે આજ સ્થળ નક્કી કરો."( ભવિષ્યોત્તર પુરાણ' મા ) ઉલ્લેખ છે.
* ભરૂચના પ્રખર સાહિત્યકાર ,સંશોધક ડૉ.નરોત્તમ વાળંદ સાહેબ 'નર્મદા તટે આવેલાં તીર્થધામ પ્રકરણમાં *નવનાથ* ના ઉલ્લેખ પછી તેની વિશેષતા બતાવતા લખે છે કે સત્યયુગમાં નવનાથોએ તપ કરી સમાધિ લીધી હતીં તે પછી તેઓ સ્વયંભુ બાણરુપે પ્રગટ થયા હતા. "
* નવનાથ એ નાથ સંપ્રદાય માં થયેલાં જોગીઓ છે. કહેવાય છે કે કળિયુગ નો આરંભ થતાંજ ધીમે ધીમે મૃત્યુ લોક ના માનવી ઓમાં અનાચાર ,અધર્મ, અત્યાચાર, કુસંપ ,છળકપટ ,વગેરે વધવા લાગ્યા હતાં તેથી વધેલાં પાપ ને દૂર કરવા ,લોકોના દુ:ખ દારિદ્રય હરવા .ભગવાન શંકરે નવ નારાયણ અથૉત નવ યોગેશ્વરો ને બોલાવ્યા અને તેની સાથે બ્રહ્મા, અને વિષ્ણુ ની સહલા પણ લેવાયેલ અને તેઓનાં સુચન મુજબ નક્કી થયું કે નવ નારાયણે પૃથ્વી ઉપર અવતાર લઇ લોકો ને ઉપદેશ આપવો આવાત નવ નારાયણ એ માન્ય રાખી પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથ ના ગુરૂ તરીકે ભગવાન બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશ એ ત્રણેય એક રૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેય તરીકે અવતાર લીધો .અને તેઓ નાથ સંપ્રદાયના ગુરૂ તરીકે પુજાયા.
* આમ નવ નારાયણ કોઈ સ્ત્રીને પેટે જન્મ્યાં ન હતાં પરંતુ અયોનિજન્મ હતાં તેઓ અલગ અલગ એમ માછલીને પેટે ,ગોબર માંથી, નાગણનાં પેટે ,અગ્નિકુંડ માંથી, ભિક્ષાપાત્ર માંથી, ગજકર્ણ માંથી , દર્ભમાથી ,કાદવ માંથી જળમાંથી પ્રગટ થયાં હતાં આ નવે નારાયણ ધણાં શસ્ત્રો, અને સર્વ વિદ્યાઓ શીખી ને નાથ દીક્ષા લઇ જગત માં સિધ્ધનાથ જોગી તરીકે પ્રસિદ્ધ થયાં પૌરાણીક કથાઓ મુજબ જુનાગઢ ની પાસે આવેલા ગીરનાર પર્વત ને નવનાથ અને ચોર્યાસી સિધ્ધો નું નિવાસ સ્થાન ગણવામાં આવે છે તેમજ મૃગીકુંડ સ્નાન કરવાં નવનાથ આવેછે.
No comments:
Post a Comment