Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો બનાસકાંઠા

૧) જય શેભર ગોગ મહારાજ નુ મંદિર 

પહેલા મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકા ના ચાણસોલ ગામથી 5 કિ મી ઉત્તર દીશામાં રમણીય પ્રકૃતિ અને વનરાજીવાળા ડુંગરાના ભાંખરાઓની  વચ્ચે વિશાળ વડદાદા નીચે પ્રાચીન સમયથી આશરે 500 વષૅથી બિરાજે છે .
હાલ માં ચેન્જ છે જીલ્લો બનાસકાંઠા તાલુકો વડગામ
ગોગા મહારાજ ની લોક વાયકા મુજબ તેમની કથા નીચે મુજબ છે.
ઘણા પ્રાચીન સમયમાં 
ઘણા વષૉ અગાઉ આજનુ ઉજ્જડ શેભર ગામ શેભર નગરી તરીકે ઓળખાતુ હતુ તે નગરી ની જહોજલાલી હતી આ નગરી માં કોઇ ચોરી બાબતે નિદોષ વાણીયો પકડાયો હતો તે વખત ના શેભર નગરી ના રાજાએ વાણીયા ને ફાંસીની સજા જાહેર કરેલ હતી આ વાણીયા ને મૃત્યુ હાથવેંતમાં દેખાતાં અને પોતે નિદોંષ હોઇ કલ્પાંત કરતો હતો તેને શોક કરતો જોઇ કોઇ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેભર ગામ માં એક ભરવાડ ના ઘેર એક લુલી લંગડી ભરવાડની દીકરી ગોગા મહારાજ ની સેવા પૂજા કરે છે.
ડુબતો માણસ તણખલું ઝાલે એ રીતે આશા ના તાંતણે બંધાયેલો વાણીયો ભરવાડ ની દીકરી પાસે જાય છે.
 અને તેને બધી વિતક કથા કહી  ગોગા ની કૃપાથી ભરવાડ ની દીકરી એ આશીવૉદ આપ્યી કયુ જા તુ નિદૉશ છૂટી જઇશ  અને સાચા ગુનેગાર તને જતાં પહેલાં પકડાઇ જશે વાણીયો ઘણો ખુશ થયો તે શેભર નગરી માં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઇ ગયા છે અને વાણીયા ને ઇજ્જતભેર છોડી મૂક્યો અને ભેટ સોગાદો આપી આથી વાણીયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફ ની શ્રધ્દ્રા માં વધારો થયો અને ફરીથી મારવાડ ના શેભર ગામે ગયો ભરવાડ ની દીકરી ને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજ ને મારી શેભર નગરી માં લઇ જવા છે. 
અેટલે ભરવાડ ની દીકરીએ ગોગા મહારાજ ને વાણીયા ની વિનંતી કહી. પણ મારા ગોગા એ શેભર નગરી જવા માટે ના પાડી પરંતુ વાણીયો ગાંજ્યો જાય તેમ નતો તેણે મહારાજ ને ગણી કગર વગર કરી અને સોના ની મુર્તિ બનાવવાનુ કયુ ગોગા મહારાજ વાણીયા ની અતિશય આગ્રહને વશ થઇ વાણીયા સાથે તેની નગરી માં આવવા સંમત થયા પરંતુ મહારાજે કયુ કે શેભર નગરી નો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદરની લડાઇ ને લીધે નાશ થવાનો છે.  એટલે મારી ઇચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઇ આવવાનુ વચન આપું છુ.
પરંતુ સોના ની મૂર્તિ બનાવવાની મંજુરી આપી નહીં. ખુશ થતો વાણીયો ત્યાંથી ગોગા મહારાજ ની દીવાની જ્યોત શેભર લઇ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાત ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રધ્ધાપૂવૅક સેવા પૂજા કરવા લાગ્યો.
શેભર ગોગા મહારાજ ના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર બીજા રાજાએ ચડાઇ કરી અને શેભર નગરી નો રાજા હારી જતાં વિજયી રાજાના લશ્કરે શેભર નગરી નો નાશ કરયો અને શેભર નગરી ઉજ્જડ બની ગઇ. ગોગ મહારાજ ની લક્ષ્મી નારાયણ  સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી.
આશરે ૫૦૦ વષૅ અગાઉ ચાણસોલ ગામ ના કેટલાક ચૌધરી જ્ઞાતિ ના મુંજી તથા બહેરા અટક વાળા ખેડુતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઇ રહ્યા હતા.
એક ખેડુતને આ પથ્થર જોઇને વીચાર આવ્યો કે આ પથ્થર કંઇક કામમાં આવશે.
તેથી આ ઊંધા પથ્થર ને જેમ હતો તેમ ગાડામાં ભર્યૉ  તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડુ ચાલતાં ચાલતાં થોડું આગળ ગયું અને અેક ખેડુત ધુણવા લાગ્યો ધુણતા ધુણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરી નો ગોગ છુ અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે. બીજા ખેડુતોએ કુતુહુલવશ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગ મહારાજ ની સાત ફેણવાળી મૂર્તિ હતી. ગોગ મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડુ ઉભુ રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો.આમ ખેડુતો આગળ ચાલ્યા વાતો વાતોમાં ગોગ મહારાજનું વચન ભૂલાઇ ગયું અને પવૅતો ની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી બીડી પવા પાણૂ પીવા આરામ કરવા ગાડુ ઉભુ રાખ્યું. આરામ કર્યા બાદ ગાડુ આગળ ચલાવવા ગયા તો ગાડુ આગળ વધ્યું નઇ આથી તેઓને ગોગા મહારાજ નુ વચન યાદ આવ્યું અને ભુલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. ના છુટકે આ સાત ફેણવાળી ગોગા મહારાજ ની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડ નીચે ભકત ચૌધરી ખેડુતોએ કરી.ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજ ની અચૅન પૂજા અને ભક્તિ કરે છેં.અને આ સ્થળ શેભર નામે ઓળખાય છે.હાલ માં સહ્રત્રનાગની ફેણવાળુ ગોગા મહારાજ નુ મોટુ મંદિર શે દર સુદ પાંચમ નો મેળાવડો ભેગો થાયશે અને ગોગા બાપા ના દશૅન કરી આશીૅવાદ મેળવે છે. અને શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ ગોગા બાપા નો શેભર મુકાઅે ખુબ મોટો મેળો ભરાય શે 
બોલ શ્રી શેભરીયા ગોગા મહારાજ ની જય
નસૌને જય ગોગા
🐍🙏🐍🙏🐍🙏🐍🙏
 
૨) કુળદેવી શ્રી સિધ્ધામ્બિકા માતાજી નું મંદિર

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં રાજા સિધ્ધરાજ જયસિંહે શ્રી સિધ્ધામ્બિકા માતાજીનું ઐતિહાસિક અને અદભુત મંદિર બંધાવેલ છે, જેનું અજોડ શિલ્પ સ્થાપત્ય, તેની દિવ્યતા અને ભવ્યતામાં વધારો કરે છે. જેમાં ગામની હિન્દૂ સમાજની અઢારેય આલમ હળીમળીને દર આસો નવરાત્રીમાં છેલ્લા નોમના નોરતે વર્ષોની પરંપરા મુજબ ગામ પલ્લીનું ભવ્ય આયોજન કરે છે..!
જેમાં પવિત્ર કાષ્ટમાંથી બનાવેલ માતાજીના રથ ( પલ્લી ) માં માતાજીના દીપને શક્તિ સ્વરૂપા માની વિવિધ વાનગીઓનું નૈવેદ્ય ધરાવ્યાં બાદ ઠાકોર બંધુ ભારેખમ પલ્લી માથે ઉપાડી ગામની પ્રદક્ષિણાએ પ્રસ્થાન કરે છે, જેથી જગદંબા સ્વયં પલ્લી રૂપે ગામલોકોને દર્શન આપવા નીકળ્યા હોય તેવો અદભુત અને અલૌકિક નજારો સર્જાય છે..!


No comments:

Post a Comment