આજના સમયનું ગૌર શંકર તળાવ. ખરેખર રમણીય તેમજ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે, આ તળાવનું નામકરણ ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી પડ્યું. આ તળાવને કીનારે અનેક ફરવાલાયક જગ્યાઓ આવેલી છે, જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાશવાટીકા નામની બાલવાટીકા, બોટ-ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ. ખાસ તો આ તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવાખાવા માટેનું સ્થળ બનાવાયેલું પણ હાલ એ બંધ હાલતમાં છે.
આ તળાવ નિર્માણ કરવા પાછળનો ઇતિહાસ! ભાવનગરવાસીઓ તેમજ આજુબાજુમાં વિસ્તારોને પાણીની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે શહેરથી 3 કીમી દૂર સ્થાપનાથ મહાદેવના સાનિધ્યમાં બે ટેકરીઓ વચ્ચે આ તળાવ નિર્માણ કરવાનું નક્કી થયું અને આ કામ ઇજેનર મી.ઇસ્ટ અને મી.વિસ્ટ 1871માં સોંપવામાં આવ્યું અને આખરે તે સમયમાં 6 લાખના ખર્ચે 1872માં એટલે એક વર્ષમાં આ તળાવનું બાંધકામ પૂર્ણ થયું અને ભાવનગર શહેરને આ તળાવની ભેટ મળી. ખાસ વાત એ છે કે, જળસંગ્રહ કરવા માટેનું આ ગુજરાતનું પ્રથમ તળાવ હતું.
૨) "ગૌરીશંકર તળાવ"
લોક હૈયે જડાયેલું નામ એટ્લે બોર તળાવ.
ભાવનગર નાં પ્રજા વત્સલ રાજવી અને વિશેષ તો દિવાન શ્રી ગૌરીશંકર ઓઝાનાં માર્ગદર્શન નીચે 1872 માં આ તળાવ નું નિર્માણ થયુ. અને તળાવ નું નામ પણ એમના નામ પર રાખવામાં આવ્યુ.
આજે તે ભાવનગર ની ઓળખ સમું સ્થાન છે. ઇશ્વર કૃપા થી આ વર્ષે મેઘ મહેર ને કારણે તળાવ ભરાઈ ગયુ છે, ભરાયેલું તળાવ જોઇ ને ભાવેણાનાં લોક હૈયા પણ આનંદ થી છલકાઈ જાય છે.
૩) મહુવાથી 15 કિલોમીટર દૂર ઉંચા કોટડા જવાના માર્ગ પર કળસાર ગામે અતિ પ્રાચીન ૭મી સદીનું ફિરંગી દેવળ આવેલું છે. પુરાતત્વ વિભાગે એને મૈત્રક કાળનું ઘરેણું ગણાવીને રક્ષિત સ્મારક ઘોષિત કર્યું છે. પરંતુ એથી વિશેષ ખાસ કશું થયું નથી. જેના પરિણામે આ પ્રાચીન વારસો સાવ જર્જરિત અવસ્થામાં છે.
ઈ.સ. ૪૬૮થી ૭૮૮ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર મૈત્રક રાજાઓનું શાસન હતું. તે દરમિયાન આ ફિરંગી દેવળ બંધાયેલું હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ તકતી પરથી પ્રતિપાદિત થાય છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે, 'આ પૂર્વાભિમુખ ૭મી સદીના મૈત્રક કાળના મંદિરના ચોરસ ગર્ભગૃહ સાથે સાંકડો મંડપ જોડાયેલો છે.
એનું શિખર ચાર સ્તરીય છે. જેમાંના ત્રણ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. નીચેના બે સ્તર મંડપ પર પથરાયેલા છે. જ્યારે ઉપલો સ્તર મોટા ઘુમ્મટ સાથે ચૈત્યગવાક્ષ ધરાવે છે. બહારની દિવાલોના ઉપલા ભાગે કાંગરી અને લાકડાની વળીઓના છેડાને અનુસરતી દંતાવલિ છે. છતના સ્તરોમાં ચૈત્યગવાક્ષો અને કર્ણકૂટો છે.' જોકે, હાલમાં દેવળમાં કોઈ મૂર્તિ કે ધાર્મિકતા સાથે જોડાયેલ અન્ય કોઈ વસ્તુ નજરે ચડતી નથી.
આ ફિરંગી દેવળ વિશે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોમાં આ દેવળ વસી તરીકે ઓળખાય છે. વડવાઓ કહેતા કે, સમુદ્ર કિનારાથી બે કિલોમીટર દૂર એવા આ દેવળ પર એક સમયે ધજા ફરકાવવામાં આવતી.
જે બે કિલોમીટર દૂર સુધી જોઈ શકાતી. ધજા જોઈને લોકો ગામમાં પ્રવેશી જવાનો સંકેત સમજતા. કારણ કે, એ પછી સુરક્ષાના હેતુથી ગામનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવતો. આમ, કરવા પાછળ એ યુગમાં ચોર-લૂંટારુંનો ત્રાસ કારણભૂત હોવાનું મનાય છે. અલબત્ત, આ માન્યતાને સમર્થન કરે એવા ખાસ કોઈ પ્રમાણભૂત આધાર અહીં જોવા મળતા નથી.
આમ છતાં, આ દેવળ મૈત્રક કાળનું ઘરેણું છે. પરંતુ પૂરાતત્વ વિભાગ માત્ર એને રક્ષિત સ્મારક જાહેર કરીને બેસી રહ્યું છે. પરિણામે સમયના વહેવા સાથે આ દેવળ ખંડેર અને જર્જરિત બની ગયું છે...😢
૪) Bapa Sitaram Temple | Bagdana | Gujarat
બાપા સીતારામ નું બગદાણા માં આવેલ એવું મંદિર છે જ્યાની સુવિધા ખુબજ વખણાય છે ત્યાં જમવાનું મફત જ ભક્તોને આપવામાં આવે છે તથા રહેવાની સુવિધા પણ છે.
No comments:
Post a Comment