Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો અરવલ્લી

૧) દેવની મોરી 
શામળાજી મંદિર (અરવલ્લી) બાજુ જાઓ તો અહીંયા મુલાકાત લઈ શકો છો,શામળાજી થી 2 કિમી દૂર છે.

📍 દેવની મોરી

આ જગ્યા ત્રીજી સદી વખતની માનવામાં આવે છે અને તે સમયના બૌદ્ધ સાધુઓ માટે વિહારનો વિસ્તાર હતો. અહીંયા જૂની સ્થાપત્ય કલા જોવા મળશે.



ઇડર ડુંગરો માં આવેલ 2000 વર્ષ જૂની બુદ્ધિસ્ટ ગુફાઓ જેમાં બૌદ્ધ સ્તૂપો ના રોક પેન્ટિંગ કરવા માં આવેલ છે. અદ્ભુત !!!! 
દેવની મોરી શામળાજી સ્તુપ ને સબંધિત છે. ઈડર અને વડાલી , વડનગર, શામળાજી એ ભારતીય શ્રમણ સંભ્યતા ના પ્રાચીન સ્થળો હતા .
અને ગૌતમ બુદ્ધ પહેલા પણ ધણા મહા શ્રમણ થઈ ગયાં છે.

૨) શામળાજી મંદિર   
        
        અરવલ્લીની રમણીય પહાડીઓથી વીંટળાયેલું શામળાજી મંદિર અત્યંત રમણીય અને શિલ્પસમૃદ્ધિથી ભરપૂર છે. એક સુરમ્ય શિખરબંધ ભવ્ય મંદિરની ઉપર ધોળી ધજા ફરકે છે. અને આ કારણે જ અહીં બિરાજતા ભગવાનને શામળિયા શેઠ ઉપરાંત ધોળી ધજાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે.શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનુ ધાર્મિક સ્થળ છે.અને તે પુરાણોમાં ગદાધર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે.જે શામળાજીનું મુખ્ય મંદિર છે.તે ભગવાન વિષ્ણુના નામ (શામળશા શેઠ) ઉપર થી પડ્યું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર કલાત્મક મંદિર છે. 
        મુખ્ય મંદિરનું નામ શામળાજી પરથી પડયું છે, તે વિષ્ણુજી અર્પણ કરે છે અને તે હિંદુ સ્થાપત્ય કલાનો સુંદર નમૂનો છે. શામળાજી મંદિરની ખ્યાતિ સમગ્ર ભારત ભરમાં છે. આવા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના ઇતિહાસ વિશે આ મુજબની વાયકા પ્રસિદ્ધ છે, આ મંદિર ૧૦મી કે ૧૧મી સદિમા બંધાયેલું હોવાનું માનવામાં આવે છે.આ મંદિર નું સમારકામ આશરે ૫૦૦ વર્ષ પહેલાં થયું હોવાનું માનવામાં આવે છે
        આ વિસ્તારમાં આદિવાસી લોકો વસવાટ કરતા હતા. પ્રાચીનકાળમાં આ વિસ્તારમાં ‘કરામ્બુજ’ તળાવ હતું, જેમાંથી આ ભવ્ય શ્યામ પથ્થરની મૂર્તિ એક આદિવાસીને મળી હતી.બાદમા ઇડરના રાજવીને શામળાજી તીર્થ તરફ આકર્ષણ થયું અને પેલા આદિવાસીને મળેલી શામળિયા દેવની મૂર્તિની મંદિરમાં સને ૧૮૬૦ની સાલમાં શામળાજી ભગવાનની ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. ત્યાર બાદ અંગ્રેજોનું રાજ આવ્યું. તે સમયમાં નવા મંદિરો સ્થપાવા લાગ્યાં ત્યારે ઇડરના રાજા કે જેઓે ધર્મપ્રેમી હતા, તેમણે શામળાજીના આ મંદિરનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે વહીવટી સમિતિની રચના કરી અને ત્યાર બાદ શામળાજીમાં ભગવાન શામળાજી ઉપરાંત વિષ્ણુ, શિવ, ગણપતિ, માતાજી વગેરેના મંદિરોના જીર્ણોદ્વાર થવા લાગ્યો.અહી શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે.
           આ ભવ્ય મંદિરની બહારની દીવાલો પર મહાભારત અને રામાયણના પ્રસંગોને પણ વર્ણવતી પ્રતિમાઓ કંડારાઈ છે. જો કે, ઈસ ૧૭૬૨માં નજીકના ટીંટોઈના ઠાકોર સાહેબશ્રી દ્વારા આ મંદિરનું સમારકામ કરાવાયું હતું અને મંદિરના પ્રવેશદ્વાર પર લગાવાયેલા તામ્રપત્ર પણ તેનો ઉલ્લેખ કરાયો છે.શામળાજી માં કાલિયા ઠાકર ભગવાન શામળાજી નું મંદિર મુખ્ય છે, મંદિર સંકુલ નો વિકાસ કરવામાં આવ્યો છે, કેટલાક મંદિર જેવા કે ત્રિલોકનાથ  મંદિર અને પુરાતન વાવ ને આ સંકુલ માં સમાવી લીધા છે.  આપણે આજે શામળાજી ના અન્ય મંદીરો ની વાત કરવી છે.
        શામળાજી મંદિર સંકુલ ની ડાબી બાજુ પ્રસાદ વિતરણ કક્ષ ની બહાર પાછળ ની ભાગે આવેલા અને લગભગ ખંડેર અવસ્થા વાળા ત્રણ મંદિરો મૈત્રક કાળના છે એમ ઈંટો ઉપર થી લાગે છે, વળી સમય જતાં અમુક મંદિરો માં મૂર્તિ ચોરાઈ  જતા કે ભગ્ન થતા અપૂજ હાલતમાં આવી ગયા છે, એક મંદિર માં શિવલિંગ મોજુદ છે, જેની આજ ની તારીખે  સદીઓ પછી પણ પૂજા થાય છે,આ મંદિરો ની પાછળ પણ એક ભગ્ન મંદિર છે, જેની આજુબાજુ લોકો રહે છે, સેવ્ય પ્રતિમા નથી .
         શામળાજી કાશી વિશ્વનાથ મંદિર ખાખ ચોક ની ઉત્તરે આવેલું ભવ્ય અને ચમત્કારિક શિવાલય છે જે જમીન થી આશરે દસ ફૂટ નીચે આવેલું છે.જે આ સ્થળમાં થયેલા ભૂમિગત ફેરફાર સૂચવે છે,આ મંદિરમાં બિરાજમાન શિવ પ્રતિમા અલૌકિક અનુપમ છે.આ મંદિર નું શિવજી નું લિંગ એક બાજુથી શિવજીની પ્રતિમાના દર્શન કરાવે છે.જેને મુખલિંગ કહેવામાં આવે છે.
           શિર ઉપર જટા અને મુકુટ શોભે છે. મંદિર ની અંદર ની પ્રતિમામાં ગંગા અવતરણ  નું દ્રશ્ય  છે. સ્વર્ગમાં થી ગંગાજી નું પૃથ્વી ઉપર  આગમન અને શિવજટા માંથી સરિતા રૂપે વહેવું બહુ સુંદર દર્શવ્યું છે. આ પ્રતિમા સાતમી સદીની મનાય છે .
        શામળાજીના ખાખચોકમાં નાગર શૈલી નું વિશાલ અને ભવ્ય મંદિર અવાવરું અને હવડ હાલત માં ઉભું છે. આખા સાબરકાંઠા માં આ પ્રકારનું આ એક જ મંદિર છે, આ મંદિર નો જીર્ણોદ્ધાર ઇસવી સન ની પંદરમી સદીમાં થયેલ છે, જેની નોંધ મંદિર ના સ્તંભ  ઉપર ની તકતીમાં કરેલ છે. બાર સાદા સ્તંભ શૃંગાર ચોકી અને ગર્ભગૃહ ધરાવતા આ મંદિર  ની મૂળ  સૂર્ય મૂર્તિ થોડા વરસ પહેલાં વેચાઈ કે ચોરાઈ ગઈ  છે.મંદિર સોલંકી કાલની શરૂઆતનું હશે, જેની  અસલ જગતી ઉપર જીર્ણોદ્ધાર થયેલ છે . પ્રદક્ષિણા પથ ની શૃંગાર ચોકીઓ માં દિકપાલ પત્નીઓ ના શિલ્પ ધ્યાન ખેંચે છે, નવમા થઈ બારમાં સૈકા ના શીલ્પ ધરાવતું આ મંદિર અહીં આવતા લોકો ની જાણ માં નથી. એક જમાના માં જેમાં સર્પ ની વાસ હતો , જ્યાં જતા નોળિયા જેવો અવાજ કરી સાપ દૂર કરવા પડતા, તે આજે બજાર ની બાજુ માં આવી જતા , આજુબાજુ ના ભોજનાલય નો સામાન તેમાં પડી રહે છે, સફાઈ જરૂરી છે, આજની  તારીખે પણ મંદિર માં નાગ નાગણ નું જોડું રહે છે, જે અવાર નવાર ચોગાન માં આવી જાય છે, એવી વાયકા છે કે આ મંદિર માં મણિ ધરાવતો નાગ પણ રહે છે. મંદિર જે  ખાનગી હાથો માં છે, તેના  સંચાલકો જો મંદિર સાફ રાખે તો વધુ લોકો દર્શન કરવા અને જોવા આવે તેમ છે. 
        શામળાજીની પુરાતત્વના રસિક લોકોએ જરૂર મુલાકાત લેવી જોઈએ, અને સમય ફાળવી બધા મંદિરો અને સ્થાપત્યો જોઈ ને રોમાંચ અનુભવવો જોઈએ.આ માહિતી દ્વારા એ જ મારો ઉદ્દેશ્ય છે કે વધુ ને વધુ લોકો આ બધું જોવા માણવા પ્રેરાય .
          બિજુ અહીં શામળાજીના બજારમાં ઘરવખરીની વસ્તુ તેમજ બાળકો માટે લાકડાના રમકડાં,અને અહીં કંદમૂળ જેવાકે આદું, રતાળુ, શુરણ, લસણ, મરચાં, વગેરે અહીં ઉત્તમ ગુણવત્તાના મળે છે.જે અહીં બારે માસ મળી રહે છે.

No comments:

Post a Comment