Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો કચ્છ

કચ્છનાં જોવાલાયક સ્થળોની ટૂંકી યાદી..
૧.માતાનો મઢ હિન્દુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
૨ કોટેશ્વર હિન્દુ તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર
૩.નારાયણ સરોવરહિન્દુ તીર્થસ્થાન, પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર
૪.હાજીપીર મુસ્લિમ ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ
૫.જેસલ-તોરલ સમાધી અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધી, 
વીર બાળ સ્મારક 
૬.છતરડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય
 (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)
૭.લાખા ફૂલાણીની છતરડી કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી,
૮.સૂર્યમંદિર કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય
૯.પુંઅરો ગઢ નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદિરનો ભગ્નાવશેષ
૧૦.લખપતનો કિલ્લો શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહેણથી સપાટ બનેલી ભૂમિ
૧૧ કંથકોટનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
૧૨.તેરાનો કિલ્લોશિલ્પ સ્થાપત્ય૧૩ મણીયારો ગઢશિલ્પ સ્થાપત્ય
૧૪.ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ
૧૫.કંથકોટ પુરાતત્વ સ્થળ
૧૬.અંધૌ પુરાતત્વ સ્થળ
૧૭.આયના મહેલ સંગ્રહાલય, રાજમહેલ-ભુજ
૧૮.પ્રાગ મહેલ રાજમહેલ-ભુજ
૧૯.વિજયવિલાસ પૅલેસ રાજમહેલ-માંડવી
૨૦.વાંઢાય તીર્થધામ
૨૧.ધ્રંગ તીર્થધામ, મેકરણદાદાનું મંદિર૨
૨ર.રવેચીમાનું મંદિરરવ તીર્થધામ
૨૩.પીંગલેશ્વર મહાદેવહિન્દુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ, દરિયાકાંઠો
૨૪.જખ બોંતેરા (મોટા યક્ષ)હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૫.પુંઅરેશ્વર મહાદેવપર્યટન, હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૬.બિલેશ્વર મહાદેવપર્યટન,હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૭.ધોંસાપર્યટન,હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૯.કાળો ડુંગરહિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર
૩૦.ધીણોધર હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય
૩૧.ઝારાનો ડુંગર ઐતિહાસિક ડુંગર
૩૨ મોટું રણસફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર
૩૩.નાનું રણરણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન
૩૪.ભદ્રેસર જૈનોનું તીર્થધામ , ભામાશાનું જન્મ સ્થળ હિન્દુ તીર્થસ્થાન,
૩૫ બૌતેર જિનાલય- કોડાય જૈનોનું તીર્થધામ
૩૬.કંડલા મહા બંદર (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)
૩૭.માંડવી બંદર, પર્યટન, નયનરમ્ય દરિયાકાંઠો, બીચ
૩૮ જખૌ મત્સ્ય બંદર
૩૯.મુન્દ્રા ખાનગી બંદર
૪૦.અંબેધામ-ગોધરા (તા.માંડવી)હિન્દુ તીર્થસ્થાન,
તીર્થસ્થળ
૪૧.મતિયાદેવ-ગુડથર હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૨.ચંદરવો ડુંગરહિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૩.સચ્ચીદાનંદ મંદિર-અંજારહિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૪.લુણીવારા લુણંગદેવહિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૫.બગથડા યાત્રાધામ હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૬.ખેતાબાપાની છતરડી હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૭.ભિખુ ઋષિ-લાખાણી ડુંગરહિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૮.એકલ માતા રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય , હિન્દુ તીર્થસ્થાન,
૪૯ નનામો ડુંગર ઐતિહાસિક ડુંગર
૫૦.રોહાનો કિલ્લોઐતિહાસિક કિલ્લો
૫૧.લાખાજી છતેડી
૫૨.મોટી રુદ્રાણી જાગીર હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૫૩.રુદ્રમાતા ડેમપ્રાકૃતિક સૌદર્ય
૫૪.છારીઢંઢ પ્રાકૃતિક પક્ષી સૌદર્ય
૫૫ રાજબાઇ માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર)ધાર્મિક સ્થળ, હિન્દુ તીર્થસ્થાન,
૫૬.ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ)હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૫૭.ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડ હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૫૮ કચ્છ મ્યૂઝિયમ ભુજમાં આવેલું કચ્છનું પ્રસિધ્ધ સંગ્રહાલય
૫૯.વિથૉણ ખેતાબાપા મંદિર/ધાર્મિક, હિન્દુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ
૬૦.નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ‍‍‍(ભુજ)ધાર્મિક સ્થળ, હિન્દુ તીર્થસ્થાન,
૬૧.નિર્વાસીતેશ્વર મંદિર હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, આદિપુર
૬૨.કચ્છ સમર્પણ આશ્રમયોગ, ધ્યાન, યજ્ઞશાળા, ગૌ શાળા કેન્દ્ર, પુનડી, માંડવી ભુજ હાઇવે.
૬૩.શિવમસ્તુ સમવસરણ તીર્થજૈન ધર્મનું કચ્છનું એક માત્ર સમવસરણ તીર્થ, શિરવા, માંડવી નલિયા હાઇવે.
૬૪.ગાંધી સમાધિ રાજઘાટ, દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક, આદિપુર
૬૫.ક્રાંતિતીર્થ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, માંડવી
૬૬.એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર - હેન્ડીક્રાફટ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ
૬૭.હબાયહિન્દુ તીર્થસ્થાન,શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર
૬૮ ખાત્રોડ હિન્દુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
૬૯. જડેશ્વર મંદિર, કેરા તા. ભુજ
૭૦. ભુજીયો ડુંગર સ્મૃતિ વન.
૭૧. અબડાસા જૈન પંચ તીર્થ 
૭૨. જૈન તીર્થ કોડાય, વાંકી, નલિયા, કોઠારા , સુથરી, ભદ્રેશ્વર


૧) મેકરણ દાદા ની સમાધિ સ્થળ ધ્રંગ ધામ
 મેકરણદાદા જાગીર ના પરમ પૂજ્ય સંત શ્રી મહામંડલેશ્વર 1008 મુરજી દાદાના ચરણોમાં વંદન જય હો સંતવાણી જય જીનામ
ધ્રંગ ધામ કચ્છના કાપડી સંત શ્રી મેકરણ દાદા સાથે 11 ભક્તોએ દાદા સાથે જીવતા સમાધિ ના દર્શન જય હો સંતવાણી જય જીનામ જય હો સત્ય સનાતન ધર્મ ની
ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા કરનાર ઓલિયો - મેકરણ દાદા

.
.

કચ્છ સંતસભર પુણ્યભૂમિ છે.કચ્છના કાવડિયા સંત તરીકે દાદા મેકણ સુવિખ્યાત છે. તેઓની તપશ્વર્યા અને અનેકવિધ ઐશ્વર્યોની વાતો આજે પણ લોકોના હૈયામાં ધરબાયેલી છે. સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું હોય છે. 

મેકણ દાદા માનવ સેવાને પ્રભુ સેવા જ માનતા કચ્છમાં નાની ખોંભડી ગામે તેમનો જન્મ માતા ફાયાબાઇની કુખે થયો. પિતાનું નામ
હળદોરજી,માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. મેકોજી લગભગ બાર
વરસના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ પોતાના મકાનને રિપેર કરાવવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી નીકળી.આ પોટલીમાં તુંબડી,પતર, ચાખડી, પાવડી, ટોપી, ચુંદડીને જોઇ હળદોરજી આશ્ચર્ય પામ્યા. તેમણે આ બધી વસ્તુઓ કોઇ સંતને આપી દેવા વિચાર્યું.પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ
નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો.
બાલ્યાવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો. બાળપણથી જ ભજન ભકિત કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ
કચ્છમાં અનેકાઅનેક ઉત્કૃષ્ટ પદોની રચના કરી છે તેઓ લખે છે કે -

પીર પીર કુરો કર્યોતા, નાંય
પીરેજી ખાણ
પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ

પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ માનવી પોતાની પાંચ ઈન્દ્રિયને વશમાં રાખે તો પીર કે
પછી યોગી બની શકે. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દિક્ષા લીધી ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા આદરી માત્ર કંદમુળ અને
ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા.ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરૂ દત્તાત્રેયે એક કાવડ આપી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા. તેમને કાવડવાળા કાપડીની ઉપમા મળી. સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા.
ત્યારે તેમને સંત નિર્મલગિરિનો ભેટો થયો.આ ધ્રંગ ગામે પધાર્યા.સંત મેકણ દાદાની જીવનકાર્યની કર્મભૂમિ તે ધ્રંગ.ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી.ના અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત
માયાગિરિજી સ્વામી તથા માતાજી વીર થયો. કચ્છના રાજવી મહારાવ દેશળજીએ દાદા મેકણનું ગુરૂપદ સ્વીકારેલું. ‘‘જીનામ-
જીનામ’’નો આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે. તેઓ સાિત્વક પદાવલિ માનવતાની શીખ આપે છે –

જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ
મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ

તેઓએ જીવનમાં સાકર જેવા મીઠા શબ્દો બોલીને સદવર્તન
કરવાનું જણાવ્યું.મીઠા શબ્દોથી મનુષ્યના સંબંધો વિ રહે છે. માનવી આ ફાની દુનિયા છોડી જાય ત્યારે એણે વદેલા સારા શબ્દોને
લોકો વાગોળતા જ રહે છે.આ ધ્રંગની ઉત્તરે અફાટ રણ આવેલું છે. આ રણમાં ભૂલો પડેલો માનવી ભૂખ તરસથી મૃત્યુ ન પામે તે સદ્ભાવથી સંત મેકણે મોતિયો નામે કૂતરો અને લાલિયો નામે ગધેડો આ બન્નેને સેવાર્થો તૈયાર કર્યા. ગધેડાની પીઠ પર જે છાંટો બાંધતા તેમાં એક તરફ પાણીનું માટલું રહેતું તો બીજી તરફ બાજરાના રોટલા રખાતા.મોતિયો ભૂલા પડેલા વટેમાર્ગુઓને શોધી કાઢતો. લાલિયો તેની સાથે રહેતો – પ્રવાસીઓ કે ભૂલા ભટક્યાના જીવ
બચી જતા.તેઓ આ પ્રાણીઓ માટે કહેતા કે –

લાલિયો મુંજો લખણવંતોને
મોતિયો જેડો ભા,
મૂછારાપર ધોરે ફગાઇયાં, ઇનીજી પૂછ મથાં.

આ મારો લાલિયો લખણવંતો છેતો મોતિયો ક્ય આ બન્ને ભિન્ન ભિન્ન જ્ઞાતિમાં જન્મ્યા છે છતાં પણ બન્ને ભાઇઓ જેવા છે. ક્યારેક મને
થાય છે કે મરદ-મૂછાળાઓને પણ આ બન્નેના કાર્યો જોતાં એમના મૂછરપથી જાણે ઓળ ધોળ કરી મુકું ! કચ્છના આ અમર સંતે સવંત ૧૮૮૬ ના આસો વદ -૧૪ ના દિવસે ધ્રંગ ગામે સમાધિ લઇ જીવનલીલા સંકેલી લીધી.દાદાની સમાધિની સામે જેમણે મુસ્લિમ
ધર્મ સ્વીકારેલો તે પીર પતંગશાહનો કૂબો છે. દાદાની સાથે સમાધિ લેનાર સાથીઓમાં આહિરાણી લીરબાઇ , સાધુ સુંદરદાસ, જોષી પ્રેમજી મહારાજ,ઠકરાણા પ્રેમાબા, કંથળ સુથાર, આહિર વીઘો, પ્રેમાબા જાડા, ખોઅચજી રાજપૂત,તુબર વાઘોજી, રામદે પક્ષેત્રા,
મોકાના રાજપૂત, દશનામી સંત માયા ગિરજિીએ એમની સાથે જીવતે સમાધિ લીધેલી.દાદાના અખાડાની બહાર લાલિયા-
મોતિયાની પણ સમાધિ આવેલી છે...!

આવા ભકિતધામના દર્શને હિન્દુ-મુસ્લિમ સૌ કોઇ આવે છે.
-----------------------------------------------
આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે.
એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું. દાદા મેકરણ જન્મ
બાપા જલારામની જેમ લોકકલ્યાણઅર્થે જ થયો હતો. દાદા મેકરણ બાળપણનું નામ મોકાયજી હતું, દાદા નાનપણથી જ
લોકસેવામાં અને પ્રભુભક્તિમાં રચ્યાપચ્યા રહેતા તેમાં તેમને
અનેરો આનંદ આવતો હતો આથી પિતાના પારંપારિક
ધંધામાં રસ ન દાખવી માત્ર ૧૨વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે
દીક્ષા લીધી હતી અને મોકાયજી માંથી મેકરણ થયા અને
ગીરનારી સંતો ની આજ્ઞા અને ઈચ્છા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું. તેઓ જાતે પોતાના ખભા પર પાણીનાં માટલાં તથા રોટલા ભરેલી કાવડ લઈને પગપાળા જ વિચરતા રહેતા અને કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને શોધી શોધીને ભોજન તથા જળ પીવડાવી તેઓની સેવા કરતા હતા...!

દાદા અંહિ શ્રી ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા. દાદા મેકરણ મહાન સમર્થ સંત હતા.
જેથી તેમના કાપડી પંથ માં એક નવી શાખા શરું થઈ જે
હાલમાં મેકાપંથી નામે ઓળખાય છે.એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા.
તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે
તરફડતો હતો. દાદા મેંકરણથી આ કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ
કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને
બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેંકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું.
 “પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, 
નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?”

અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહી” આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને દાદાના ચરણે પડી ગયા.
આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય જતા એક કુતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’ રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવાકાર્યમાં જોડાય ગયા હતાં. દાદાની ઉંમર થતા લાલીઓ પાણી,
રોટલા નો ભાર વાહન કરતો અને મોતીયો ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા,ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે
વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું...!

મેકરણ દાદાનું સમાધી સ્થળ:

આમ દાદાએ પોતાના જીવનમાં સતત ૬૫વર્ષ ક્ચ્છના રણમાં લોકસેવામાં વિતાવી સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે તેમના અન્ય
૧૧ શિષ્યો સાથે જીવતા સમાધી લિધી પાછળથી લાલદાસ
અને મોતીરામ નામના દાદાના સાથીદારો એ પણ સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧ સમાધી ના દર્શન છે. તેમની શિષ્ય
પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે

જય સિયારામ...!!





સંત શ્રી મેકરણ દાદા ના માતૃશ્રી પબામાતાજી
#દેવીસર_માં_સમાધિ_વિશે_ઇતિહાસ
પુત્ર મેકણ ને મળવા ખોંભડી થી ધ્રંગ જવા નીકળે છે, સાંજ પડતા રાત્રી રોકાણ હાલ ના દેવીસર ગામ ની આથમણી દિશા માં આવેલ તળાવ પાસે પડાવ નાખે છે, વહેલી સવારે તેમની સાથે આવેલ પુત્ર પતાજી તળાવ માં ન્હાવા જાય છે ત્યારે તેને ગેબી અવાજ આવે છે કે તારે ફકીરી લેવાની છે,તેઓ સિંધ ના સાંકલદર માં પતંગશા પીર તરીકે પ્રગટ થાય છે.
માતા ધ્યાનમુદ્રા માં આ બધું નિહાળે છે
એક પુત્ર ધ્રંગમાં સમાધિ લે છે બીજા પુત્ર સિંધ માં ફકીરી લે છે તેથી માતા પબામાતાજી દેવીસર તળાવ ની પાળ પાસે વિ.સ. 1786 આસો વદ અમાસ સમાધિ લીધી.
ત્યારે દેવીસર ગામ નું નામ #વિંગાવીરા હતું. તે ગામ માં આહીર અને ક્ષત્રિય વસ્તી હતી, મોટા ભૂકંપ બાદ તે ગામ દબાઈ જાય છે. (ભૂખી ડેમ તરફ નદી ઉપર કટીંગ પાસે હજુ નિશાન છે )
નવા ગામનું નામ દેવીપુર પડે છે
વિ. સ. 1896 જેઠ સુદ અગિયારસ ભીમ અગિયારસ
આઝાદી બાદ દેવીસર નામ પડ્યું

૨) જેસલ તોરલની સમાધિ અંજાર 
ઐતિહાસિક જેસલ- તોરલની સમાધિ
અંજારમાં આવેલ જેસલ- તોરલની સમાધિ અને લોકકથામાં કરાયેલું તેનું નિરૂપણ મુલાકાતીઓને સંસ્‍કારની વિરકત ભાવનાઓને જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ- તોરઇની સમાધિ અને લોકકથામાં કરાયેલું નિરૂપણ મુલાકાતીઓને સંસ્‍કારની વિરકત ભાવનાઓને જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ- તોરલની અમર ગાથા આજે પણ લોકહૃદયના તાણાવણાની માફક ગુંથાઇ ગઇ છે. 2001 ના ધરતીકંપમાં આ સમાધિનું મંદિર ધ્‍વસ્‍ત થઇ ગયું હતું. જેને જીર્ણોધ્‍ધાર કરાયો છે.

૩) ધોળાવીરા 

ધોળાવીરા ની મુલાકાત તથા રસ્તામાં આવતું મીઠાં ના રણ ની એક ઝલક.....
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું ..
કચ્છના ધોળાવીરા હવે વર્લ્ડ હેરિટેજ સાઈટ:
( દિવ્યભાસ્કર માંથી સાભાર)
પાંચ હજાર વર્ષ પહેલાંની સંસ્કૃતિનું નગરની વૈશ્વિક સ્તરે નોંધ, કુદરતી પાણીના વીરા વહેતા હોવાથી ધોળાવીરા નામ પડ્યું.

વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે

• રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી
ગુજરાતના કચ્છમાં આવેલા પુરાતન વિરાસત એવા ધોળાવીરાને હવે વલ્ડ હેરીટેજનો દરજ્જો મળી ચુક્યો છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેના નોમિનેશન માટે ડોઝિયર મોકલ્યું હતુ. આ સાઇટને યુનેસ્કોના પ્રતિનીધીઓએ આખરે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે.

ધોળાવીરા નામ કેવી રીતે પડ્યું 
ધોળાવીરા જે ગામ છે ત્યાં અંદાજિત 500 થી 600 વર્ષ પૂર્વે ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરા( વિરડા) વહેતા હતા તેના પરથી ધોળાવીરા ગામનું નામ ધોળાવીરા પડ્યું હતું.

હડપ્પા સાઈટનું નામ કોટડા ટીમ્બા છે
રાજાશાહી વખતે જે નગર કે શહેરમાં કોટ બનાવવામાં આવતા એ પ્રમાણે ધીલાવીરા ગામથી થોડે દુર ઊંચાઈ એટલે કે ટેકરો જેને વાગડની ભાષામાં ટિમ્બો કહેવામાં આવે છે. માટે ટીમ્બા પરનો કોટ એટલે કોટડા ટીમ્બા. 1991ના સંશોધન બાદ સાઈટનું નામ કોટડા ટિમ્બોના સ્થાને ધોળાવીરા તરીકે અમલમાં આવ્યું આમ સંશોધકો દ્વારા હડપ્પા સાઈટનું નામ ધીલાવીરા તરીકે ખ્યાતિ પામ્યું.

કચ્છના ખડીર બેટ પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના શહેર ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બને તેવી જાહેરાત કરવામાં આવી છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતુ આ ગામ એક અસામાન્ય ઇતિહાસ તેની ભીતરમાં લઇને બેઠું છે.

યુનેસ્કો હેરિટેજ સાઇટ જાહેર કરાઇ 
ભારત સરકારે ગયા વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા આવીને હેરીટેજ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું. ધોળાવીરાને યુનેકસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હોવાની જાહેરાત રાજયના મુખ્યપ્રધાને ટ્વીટ દ્વારા જણાવ્યું હતું. આ જાહેરાતને પગલે કચ્છના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થવાની દિશાની શરૂઆત થઇ છે.

1991-92માં સંશોધન કરવામાં આવ્યું હતું 
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડાએ ડો. મહેશ ઠક્કરે અગાઉ જણાવ્યું હતું કે, સિંધુ સભ્યતાના સૌથી મોટા નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ ત્રણ દાયકા પહેલા થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાના અનેક રહસ્યો બહાર આવવા લાગ્યા હતા. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયુ હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચારેક માસ પહેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી. જેમાં ધોળાવીરાની આસ-પાસ ભૂસ્તરીય મહત્વના સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને તેનું મહત્વ આઁતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે તે વિશે કહેવમાં આવ્યું હતું.

ખડીરના વિકાસના દ્વાર હવે ખુલ્યા સમજો
ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયુ છે. ત્યારે તેને સૌથી નજીકથી જાણનારા અને વિશ્વને આ પુરાતત્વીય શહેરથી રૂબરૂ કરાવનારા પદ્મશ્રી પુરાતત્વવીદ આર.એન. બિસ્ટ આ પ્રયાસની જાહેરાતથી ખૂબ જ ભાવૂક થઇ ગયા હતા. અને નેવુના દાયકામાં પોતે કેવી રીતે ધોળાવીરાના એક પછી એક રહસ્યોને ઉજાગર કર્યા તેની વિસ્તૃત માહિતી આપી હતી. ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્વપૂણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતા કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે અને પ્રવાસનની નવી જ તકો અહીં ઉભી થશે. આર.એન. બિસ્ટના શબ્દોમાં જાણીએ ધોળાવીરાની વિશેષતા.

સ્ટેડિયમ, લિપિ, પાણી સંગ્રહ કરવાની રીત શહેરને બનાવે છે અનોખું
ધોળાવીરા એક આયોજન બદ્ધ શહેર હતું. અહીં પાણી સંગ્રહ, પુરથી બચવાના કાર્યો, સ્ટેડિયમ સહિતના સ્થળો માત્ર ધોળાવીરામાં છે. અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નથી. ખાસ કરીને ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતુ સાઇન બોર્ડ મળી આવ્યું છે. આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે. જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ પ્રવેશદ્વાર પરથી આ સાઇનબોર્ડ એક રૂમમાં રાખી દીધું હતું. જેથી તે સુરક્ષિત મળી શક્યું છે. ધોળાવીરા પ્રારંભ, મધ્યમ અને તેના અંતના સમયનું સંપૂર્ણ બાંધકામ મળી શક્યું છે.

ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારીક શહેર હતું
હાલ જ્યા રણ છે પણ પાંચ હજાર વર્ષ પહેલા ત્યાં સમુન્દ્ર હતું. અહીં જહાજો પણ આવી શકતા હતા. જેના પગલે ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારિક હબ હતું. કારણ કે ધોળાવીરાથી છેક મોસોપોટેમિયા, આરબ અને ઇરાન સુધી વેપાર થતો હતો. અહીં શંખ, તાંબુ સહિતના ઉદ્યોગો વિકસ્યા હતા. ધોળાવરીમાં એક હજારથી વધારે વજનીય મળ્યા છે. હડપ્પાના બાકી તમામ શહેરોમાંથી મળેલા વજનીયાથી આ સંખ્યા વધારે છે. જેના પગલે ધોળાવીરા ખૂબ જ મોટુ વ્યાપારિક મથક હતું.

બૌદ્ધ સ્તૂપ જેવા સ્મારકો
ભારતમાં બૌદ્ધ જોવા મળે છે તેના મૂળીયા ધોળાવીરામાં છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક સ્તૂપ છે. જેમાંથી બે જ શોધાયા છે. જે પણ એક ધોળાવીરાને અનોખુ કરે છે.

વર્લ્ડ હેરિટેજ સાઈટની શુ છે જરૂરિયાત
ધોળાવીરા ગામના અગ્રણી જીલ્લુભા વેલુભા સોઢાએ જણાવ્યું હતું કે યુનેસ્કો દ્વારા ધોળાવીરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવતા 2700ની વસ્તી ધરાવતા ગામમાં ખુશી વ્યાપી છે. કિરોના કાળમાં એકલ દોકલ પ્રવાસી આવતા રહે છે. લાંબુ અંતર હોવાથી આ વિષયમાં રસ રુચિ ધરાવતા લોકોજ અહીં સુધી પહોંચે છે. ચોક્કસપણે આ નિર્ણયથી પ્રવસી વર્ગની હાજરી વધશે તેનું બીજું કારણ ઘડુલી સાંતલપુર માર્ગ પણ ઉપીયોગ માટે તૈયારીમાં છે. પરંતુ હજુ સુધી 12 થી 13 હાજરની વસ્તી ધરાવતા ખડીર બેટના 12 જેટલા ગામ અને વાંઢમાં બેન્ક અને એટીએમની સુવિધા નથી. એકજ એસટી બસ 24 કલાકમાં આવે છે. લાઈટ પાણી અને ગટર જેવી મૂળભૂત સેવાઓ વધારવી પડશે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી આ સેવાઓ પુરી પાડવા માટે વધી ગઈ છે.

WORLD HARITAGE SITE DHOLAVIRA
ધોળાવીરા - ખડીર- તા. ભચાઉ, જી. કચ્છ,ગુજરાત
હડપ્પા સભ્યતાનું અદભુત નગર 

5000 વર્ષ કરતા વધારે જૂની નગર યોજના,
16 કરોડ વર્ષે જુના ફોશીલ
(લાકડામાંથી પથ્થર બનેલા વૃક્ષોના થડ ),
પશ્ચિમ ભારતનો છેડો ભંજડો ડુંગર કુદરતી સોંદર્યનો અદભુત નજારો..

૪) ખીરસરા 

હડપ્પિયન યુગમાં કચ્છનું ખીરસરા વેપારઉદ્યોગનું ધમધમતું મથક હતું
અતિપ્રાચીન એવા કચ્છ પ્રદેશનું ભારતીય સંસ્કૃતિના પુરાતત્ત્વ, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના વિકાસમાં અદકેરું પ્રદાન છે. અતીતની ગવાહી આપતાં અનેક પ્રમાણો કચ્છમાંથી ઠેર-ઠેર પ્રાપ્ત થાય છે
અતિપ્રાચીન એવા કચ્છ પ્રદેશનું ભારતીય સંસ્કૃતિના પુરાતત્ત્વ, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના વિકાસમાં અદકેરું પ્રદાન છે. અતીતની ગવાહી આપતાં અનેક પ્રમાણો કચ્છમાંથી ઠેર-ઠેર પ્રાપ્ત થાય છે. હંમેશાં યાયાવર ટોળાંઓ અને નિર્વાસિતોએ કચ્છને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. છેક પ્રાગૈતિહાસિક કાળથી અર્વાચીન કાળ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવા પામી છે. આ પ્રદેશમાં અનેક જાતિઓ અને પ્રજાતિઓએ વસવાટ કરી પોતાની સંસ્કૃતિનું બીજારોપણ કર્યું છે, જેને કારણે કચ્છ પ્રદેશમાં અનોખી સંસ્કૃતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. આવી કેટલીય સંસ્કૃતિઓનો સુમેળ કચ્છમાં થયેલો છે. અનેક ધર્મ અને સંપ્રદાયો માટે કચ્છમાં સાનુકૂળ વાતાવરણ રહેલું છે. આ જ કારણે કચ્છમાં અનેક જાતિઓ-જનજાતિઓ આવીને કાયમ માટે સ્થાયી થઈ ગઈ છે. આ સંસ્કૃતિના પદચિહ્ન મેળવવાનો વ્યાયામ એટલે પુરાતત્ત્વીય વારસાનું સંશોધન અને ઉત્ખનન અને ઉત્ખનનની વાત આવે એટલે સૌપ્રથમ આપણને ધોળાવીરાનું સ્મરણ થાય, પરંતુ કચ્છમાં ૨૦૦થી વધારે હડપ્પિય વસાહતો હોવાનું પુરાતત્ત્વ સંશોધકોએ શોધી કાઢ્યું છે અને એ પૈકી સાઠ વસાહતોની તો ઓળખ પણ કરી લેવામાં આવી છે અને એમાંથી કેટલીક વસાહતોનું ઉત્ખનનકાર્ય કરવામાં આવ્યું છે. આપણા પૂર્વજોના પદચિહ્ન પર લટાર મારવાના આ ઉપક્રમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા (નેત્રા)ની હડપ્પિય વસાહતમાં લટાર મારીએ.
સીમાવર્તી કચ્છ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગમાં અને દેશના સાંસ્કૃતિક વારસામાં મહત્ત્વનું સ્થાન ધરાવતી હડપ્પિય વસાહતોમાં ચાલી રહેલા અને સંપન્ન થયેલા ઉત્ખનનકાર્ય પછી વર્તમાનમાં ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગ દ્વારા હડપ્પિય વસાહતોના જતન તથા સંવર્ધન માટે કેવા પ્રયાસ કરાય છે એની વિગતો સાથે આ વસાહતોનો પરિચય કરાવવાનો અહીં ઉપક્રમ છે.
કચ્છના વાગડ વિસ્તારના ધોળાવીરા સહિતનાં અનેક સ્થાનો અને પચ્છમના કુરન પછી પશ્ચિમ કચ્છમાં પણ હડપ્પિય વાસહતીઓના પદચિહ્ન મળી આવ્યાં છે. નખત્રાણા તાલુકાના ખીરસરા નેત્રા (માતાજીના)થી ચાર કિલોમીટર દૂર ખીરસરાની સીમમાં હડપ્પિય નગર મળી આવ્યું છે. ધોળાવીરા અને કુરન પછીની કચ્છની સૌથી મોટી હડપ્પિય વસાહતના ઉત્ખનનકાર્યના સર્વેસર્વા અને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ ખાતાના ઉત્ખનનનિયામક ડૉ. જિતેન્દ્રનાથે ઈ. સ. ર૦૧૦ના વર્ષમાં ખીરસરાનું ઉત્ખનનકાર્ય આરંભ્યું હતું. ખીરસરાની ભૂમિમાં હડપ્પિય નગર હોવાના અણસાર તો છેક ૭૦ના દાયકામાં જ આવી ગયા હતા, કેમ કે કચ્છના જાણીતા કવિ નારાયણ જોષી ‘કારાયલ’ને શાળાના એક પ્રવાસ દરમ્યાન હડપ્પિય મુદ્રા મળી આવી હતી જે કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાઈ છે. આ પછી છેક ર૦૧૦ ડિસેમ્બરથી ભારત સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગે ઉત્ખનનકાર્યનો આરંભ કર્યો. આ કાર્યના આરંભે જ મોટી વસાહત હોવાના અણસાર મળી રહ્યા છે. ડૉ. જિતેન્દ્રનાથે આપેલી વિગતો અનુસાર અહીં ધરબાયેલું નગર પણ ધોળાવીરાની માફક જ ત્રણ સ્તરનું છે, જેમા ઉપલા સ્તરમાં શ્રીમંત વર્ગ, મધ્યમમાં મધ્યમ વર્ગ અને છેલ્લે શ્રમિક વર્ગ નિવાસ કરતો હશે એવું અનુમાન છે.
અહીં મળી આવેલા નગરના અવશેષોમાં આયોજનબદ્ધ રીતે ચણાયેલી મકાનની દીવાલો પીળા રંગના પથ્થરની છે. સાતથી આઠ ફુટની હારબંધ દીવાલો સુધીનું કરાયેલું ઉત્ખનનકાર્ય જોતાં જ પ્રથમ નજરે ભવ્ય સંસ્કૃતિનો અહેસાસ જોનારને થાય છે. ઉત્ખનન દરમ્યાન વિવિધ આભૂષણો અને એમાં ઉપયોગમાં લેવાતાં મોતી મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. અહીંથી મળી આવેલાં અનેક અશ્મિઓને પુણેની લૅબોરેટરીમાં મોકલી અપાયા છે, જેના પૃથક્કરણ પછી એ સમયે કેવાં પ્રાણીઓ અહીં વિચરતાં હતાં એની પણ જાણકારી મળી શકશે.
અહીંથી મળી આવેલા ‘વેરહાઉસ’ અનાજ સંગ્રહવાનો કોઠાર એ આ સ્થળની ‘યુનિક’ની સૌથી મોટી શોધ છે. આપણા પૂર્વજોની સ્મૃતિઓ સાચવતી આ વસાહતમાંથી મળી આવેલાં માટીનાં વાસણો (પોટરી) મજબૂત અનાજ ભરવાની કોઠીના નમૂનાઓ અખંડ હશે ત્યારે કેવાં હશે એનું કુતૂહલ જોતાં જ જરૂર થાય છે. એ સમયના કામની ચોકસાઈ વગેરે અભ્યાસનો વિષય છે.
અહીંથી મળેલા અશ્મિઓ, મોતીઓ, નાની-મોટી સાઇઝનાં શંખ અને છીપલાં, શંખમાંથી બનતી અવનવી બંગડીઓ, ધાતુનાં આભૂષણોના નમૂના વગેરે પણ આ વસાહતનું આકર્ષણ છે. અહીંનાં મકાનોની બાંધણી, ઓરડાનાં માળખાં, તત્કાલીન ગઢના ચાર ખૂણાઓ પણ ઉત્ખનન દરમ્યાન મળી આવ્યાં છે. અહીંથી ગોળ પિલર અને બેઝ પણ મળી આવ્યાં છે. વધુ ઉત્ખનન પછી અહીંની આયોજનબદ્ધ નગરરચના અને તત્કાલીન લોકજીવનની વધુ જાણકારી મળવાની પણ સંભાવના છે.
ડૉ. જિતેન્દ્રનાથના જણાવ્યા અનુસાર ખીરસરા વસાહત પશ્ચિમ કચ્છનું હડપ્પીઓનું સૌથી મોટું ઉદ્યોગ અને વેપારનું મથક હશે એવું અનુમાન અહીંથી મળેલાં પ્રમાણો પરથી કરી શકાય છે. ખીરસરા વસાહતના કુલ ક્ષેત્રફળમાંથી ૩૦૦ ચોરસ મીટર જેટલો વિસ્તાર અહીંનું ઉદ્યોગમથક હોવાની ધારણા તેઓ કરે છે; કેમ કે, આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં શંખ અને એની બનાવટો, મોતી, આભૂષણ, તાંબાની બંગડીઓ, સફેદ મોતી વગેરે મળી આવ્યાં છે. સમગ્ર ઉદ્યોગ પરિસરને ૩ મીટર જાડી દીવાલથી રક્ષિત કરવામાં આવ્યો છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ પરિસરમાં જ કારીગરો માટે આવાસ પણ તૈયાર કરવામાં આવ્યા હોવા જોઈએ, કારણ કે આ પ્રકારના ખંડોની દીવાલ પણ જોવા મળે છે.
ઔદ્યોગિક પરિસરમાં જ વર્કશૉપ આવ્યું હશે એવા અવશેષો પણ ઉત્ખનન દરમ્યાન જોવા મળ્યા છે. વર્કશૉપમાં આભૂષણો તૈયાર કરવા માટેની ભઠ્ઠીની રાખ સ્પષ્ટ જોવા મળે છે. આ રાખમાંથી કેટલાક પથ્થર એવા પણ મળી આવ્યા છે જેને અગ્નિ આપવાથી તએ લાંબા સમય સુધી ગરમ રહે છે. એનો ઉપયોગ આભૂષણો તૈયાર કરવામાં કરાતો હશે એવું સંશોધકોનું અનુમાન છે.
અહીંના ઉત્ખનન દરમ્યાન માલ સંગ્રહવા માટેનાં બે મોટાં ગોદામ પણ મળી આવ્યાં છે. આ ગોદામની દીવાલ એકથી દોઢ મીટર જેટલી જાડી છે. ગોદામમાં રાખવામાં આવેલા માલને પૂરતા પ્રમાણમાં હવા-ઉજાશ મળી રહે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ગોદામની ઉત્તરે માટીનાં વાસણો પકવવા માટેની એક વિશાળ ભઠ્ઠી પણ મળી આવી છે. આ ભઠ્ઠી ત્રણ મીટર જેટલો વિશાળ ઘેરાવો ધરાવે છે. કચ્છની હડપ્પિય વસાહતોમાંથી સૌપ્રથમ વખત મળી આવેલી આ ભઠ્ઠીની અંદરની દીવાલો પાકી અને લીસી સપાટી ધરાવે છે.

૫) કાનમેર 

વાગડમાં આવેલી પુરાતન વિરાસત : કાનમેર
વાગડ વિસ્તાર એટલે પુર્વનો પહેરેદાર વિસ્તાર જ્યાં અનેક વિરાસતો  રહેલી છે, વાગડમાં અનેક વિરાસતો જમીનમા ધરબાયેલું પડેલી છે, જેનો પૂરતો વિકાસ થયો નથી. જો આવી વિરાસતોને ધોળાવીરા સાથે પ્રવાસન ક્ષેત્રે જોડવામાં આવે તો વાગડ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રે સોનાનો સૂરજ ઉગે તેમ છે!વાગડ વિસ્તારમાં આપણે વાત કરીએ તો કાનમેર આ વિરાસત ચાર હજાર વર્ષ પહેલાંની ધોળાવીરા જેવી જ હડપ્પીય સાઈટ છે, જેનો હજી પૂરતો વિકાસ થયો નથી પરંતું જો તેને હવે ધોળાવીરાની સાથે લિંક કરી ને વિકાસ કરવામાં આવે તો વાગડ વિસ્તારમાં અનેક લોકો ને રોજગારી મળે સાથે સાથે વાગડ વિસ્તારમાં પ્રવાસન પણ વેગવંતુ બની જાય તેમ છે.
 આ જગ્યા વિશે આમ લોકો અજાણ છે, ઘણા લોકો એ નામ સાંભળયા છે, પરંતુ આ જગ્યાઓ ક્યાં આવેલ છે, તે ખબર જ નથી તેમજ આ જગ્યામાંથી કઈક ને કઈક વિશેષ મળેલ છે,જે ધોળાવીરામાંથી નથી મળેલ જેમ કે કાનમેર ખાતેથી ગોળ પત્થરો કાણા વારા જોવા મળ્યા છે.એટલે આ બાબતમાં જો નક્કર પગલાં લેવામાં આવે અને એક લિંક ચેનલ બનાવવામાં આવે અને તેમાં આ વાગડની આ જગ્યા ને જોડવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રે ઉત્તમ તકો રહેલી છે!

કાનમેર
કાનમેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલુ ગામ અને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સબંધિત એક પુરાતત્વીય સ્થળ છે.કાનમેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે.
૨૦૦૬ના વર્ષ દરમિયાન કાનમેરમાં ભારત અને જાપાન બંને દેશોએ સંયુક્ત રીતે ઉત્ખનન હાથ ધર્યું હતું,જેમાં રાજસ્થાન સ્ટડીઝ, RIHN, JRN રાજસ્થાન વિદ્યાપીઠ, પુરાતત્વ વિભાગ ગુજરાત અને જાપાનના સભ્યોનો સમાવેશ થતો હતો. ૨૦૦૮માં વાય.એ.રાવલે સિંધુ સભ્યતાના કુંભારી કામના ઉત્તમ નમૂનાઓ ની શોધ કરી હતી.
આ સ્થળ નાનું હોવા છતાં કિલ્લેબંધ કરેલું હતું, એનું કારણ કદાચ તે સિંધ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપાર માર્ગની વચ્ચે હોવાનું હોઇ શકે છે.આ સ્થળ પરથી મળેલી ચીનાઇ માટીની વસ્તુઓ વિકસેલી હડપ્પા સંસ્કૃતિનું સૂચન કરે છે.સિંધુ લિપી ધરાવતી, મધ્યમાં છિદ્ર ધરાવતી હોય એવી ત્રણ મુદ્રાઓ અહીંથી મળી છે.
   કાનમેરમાંથી મોટી સંખ્યામાં મણકા નિર્માણની વસ્તુઓ મળી છે, જેમાં ૧૫૦ પથ્થરની માળાઓ, ૧૬૦ છિદ્ર પાડવાના સાધનો, ૪૩૩ માટીની ‍(faience) માળાઓ અને ૨૦,૦૦૦ સફેદ પત્થરની માળાઓ અહીં મળી છે, જે આ સ્થળનું ઔદ્યોગિક મહત્વ દર્શાવે છે. અહીંથી ૨૦ કિમી દૂર અકીકની ખાણ પણ મળી છે.માટીની મુદ્રાઓ પર રહેલી આકૃતિઓ મોહેં-જો-દડો સાથે સમાનતા ધરાવે છે, જે સૂચવે છે કે કાનમેર હડપ્પા અને મોહેં-જો-દડો જેવા મોટા વેપાર કેન્દ્રો સાથે જોડાયેલું હતું.
   કાનમેરખાતે ખરકવાલ સાહેબ અને છેલ્લે રાજસ્થાનના કેપી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉત્ખનન થયેલ છે.કાનમેર ખાતે થી જે પણ અવશેષો પ્રાપ્ત થાય છે તે ઉદેપુર ખાતે આવેલા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે ત્યાં આપણે જઈએ તો જોવા મળે છે.કાનમેર ખાતે આપણે આજે જઈએ તો આ સાઈટ ખુબ જ દયનીય હાલતમાં જોવા મળે છે,જે જોઈ ને ખુબ દુઃખ થાય છે,તેવી હાલતમાં કાનમેર હડપ્પીય સાઈટ પડેલી છે.

સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવતા અન્ય પુરાતત્ત્વિક સ્થળો જેમ કે ધોળાવીરા, દેશલપર, સુરકોટડા વગેરે આવેલા છે.આ સિવાય દેશલપર, નેત્રા-સુરકોટડા, ધોળાવીરા, કોટડા, મેઘપર, કાનમેર વગેરે જેવા અન્ય સિંધુ સંસ્કૃતિના પુરાતત્ત્વિય સ્થળોએ કિલ્લેબંધી પણ જોવા મળી છે.
      વાગડ વિસ્તારમાં જો આ અમૂલ્ય વિરાસતોનો વિકાસ કરવામાં આવે અને પ્રવાસન સાથે જોડવામાં આવે તો વાગડ વિસ્તાર અને કચ્છ માટે એક નવી દિશા આપશે અને જ્યારે ધોળાવીરા ને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે ત્યારે વાગડ વિસ્તારમાં રહેલી આવી વિરાસતોને આવરી લઈ ને વિકાસ કરવો જોઈએ.

પલાંસવા ખાતે આવેલો AD 1874 નો પત્થર
__________________________________

રાપર તાલુકાના પલાંસવા ગામમાં મધ્યમાં આવેલા ચોકમાં આ પત્થર વર્ષોથી જમીનમાં ખોડેલો જોવા મળે છે. આ બાબતે તપાસ કરતા આ પથ્થર એટલાસ્ એટલે કે આપણા નકશા બનાવતા વિભાગ દ્વારા જે તે સમયે ખોડવામાં આવ્યો હોય એવું લાગે છે આ બ્લેક સ્ટોન છે જેમાં ઉપર G.T.S લખેલું છે અને મધ્યમાં ચોરસ માપથી ખાડો છે અને બને બાજુ ત્રણ લીટા દર્શાવતા નિશાન છે જે કંઈ સંકેત આપતા હશે અને નીચે AD 1874 તેવું લખેલું વંચાય છે. આવા જ પથ્થર એક માંખેલના સરાણમાં અને એક કાનમેર ગામના ડુંગર પર આવેલા છે તેવું લોકો એ જણાવ્યું હતું. આ બાબતે કોઈ ને વધારે માહિતી હોય તો તજજ્ઞો જણાવજો.

6) તેરા તળાવ
અબડાસ ના તેરા ગામ ના ત્રણ ઈતિહાસીક તળાવના વધામણા

No comments:

Post a Comment