જૂનાગઢ થી મેંદરડા રોડ પર ખડિયા ગામ આવશે ત્યાંથી બીલખા ગામ જવાનું બીલખા ગામ મા કોઈ ને પણ પૂછશો એટલે રસ્તો બતાવશે.. કોઈ પણ વાહન લય ને જય સકાય છે સવાર ના 8.30 થી સાંજ ના 4 વાગ્યા સુધી પરમિશન આપશે રાત્રી રોકાણ કરવાની મનાઈ છે એટલે મોડા મા મોડું 5 વાગ્યા પછી જગ્યા છોડી દેવાની રહેશે
૨) નાંદિવેલા ડુંગર ગીર ફોરેસ્ટ
૩) દેવ વીરડો ગીર ફોરેસ્ટ
તપકેશ્વર મહાદેવ ઘણી જગ્યાએ છે.ગીરગઢડા પાસે ટપકેશ્વર મહાદેવ અને પાતાળે શ્વર મહાદેવ છે જે ફોરેસ્ટ વિભાગમાં હોવાથી ફક્ત શ્રાવણ માસ માં જ જવા દે છે
૫) બરડો ડુંગર કિલેસ્વર
૬) મોરસૂપડા ખોડીયાર માતાજી
૭) પાચ પીર ની જગ્યા ગિરનાર ફોરેસ્ટ૮) નાગબાઈ મા નું સ્થાનક કરશનગઢ ગીર ફોરેસ્ટ
૧૦) રૂપલ માં ધામ રામપરા ગીર
૧૧) પાંડવ ગુફા મંડોર ગીર
૧૨) Pataleswar mahadev gir forest
૧૩) કનકાઈ માતા મંદિર મધ્ય ગીર
પ્રતિબંધિત વિસ્તાર માં કોઈ પણ મંદિર કે જગ્યા પાર રાત્રી રોકાણ કરવાની મનાઈ હોય છે સૂર્યોદય થી સૂર્યાસ્ત નો સમય હોય છે
સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં, હિરણ નદીના કિનારે, નગરા નાં ટીંબા ઉપર, પ્રભાસપાટણ ખાતે પુરાતત્વ મહારત્ન , પુરાતત્વવિદ શ્રી પી .પી . પંડ્યા એ ઉત્ખનન(ખોદકામ ) કરીને શોધેલી ૧૮૦૦ વર્ષનાં સાંસ્કૃતિક ઇતિહાસની સળંગ કડી ધરાવતું સ્થળ છે. ગુજરાતમાં શોધાયેલા પ્રાચીન સંસ્કૃતિ નાં સ્થળો સાચવવાં જરૂરી છે.
-શ્રી જયાબહેન ફાઉન્ડેશન, રાજકોટ.
૧૫)શાણા વાકિયાની બૌદ્ધ ગુફાઓ, ઉના
ગુજરાત ઘણું જ પ્રાચીન છે અને વિશ્વનાં અનેકદેશો સાથે વેપાર વાણિજ્યનાં હેતુસર સદીઓથી જોડાયેલું છે. બૌદ્ધ ધર્મનું પણ સદીઓથી ગુજરાત સાથે જોડાણ રહેલું છે. ગુજરાતમાં બૌદ્ધકાલીન અનેક અવશેષો આજે પણ મોજુદ છે. જેમાં વડનગર, તારંગા, દેવાની મોરી, સૌરાષ્ટ્રમાં જોવા મળતી વિવિધ ગુફાઓ વગેરે મુખ્ય છે.
શાણા વાંકિયાની પૌરાણિક ગુફાઓનો નાજારો નિહાળવા જેવો છે. ઉના તાલુકાની સરહદ પર વાંકિયા નામનું નાનકડું ગામ આવેલું છે. આ ગામની નજીક શાણાનો ડુંગર આવેલો છે. આ ડુંગરને પાંડવો પવિત્ર કરીગયા હોવાનું લોકજીભે સંભાળવા મળે છે. ભગવાન બુદ્ધના અનુયાયોની તપોભૂમિ પણ આ ડુંગર હોય તેવું મનાય છે. શાણાનો ડુંગર વિવિધ કોતરો , કક્ષો ,પાણી ના ટાંકા, હાથી ખાના જેવા વિશાલ પોલાણો ધરાવે છે. પુરાતત્વ ખાતે એ આ ડુંગરને રક્ષિત જાહેર કરેલો છે. જૂનાગઢથી ૧૭૦ કી.મી. દૂર આ ગુફાઓ માણવાલાયક છે.
ખાંભા ગીર નજીક આવેલ શાણા ડુંગર. એક લોક વાયકા મુજબ આ ડુંગરનો ઈતિહાસ પાંચ હાજર વર્ષ જુનો છે. ખાંભા ના ડેડાણ નજીક આવેલ આ ડુંગર પર લગભગ 60 જેટલી ભવ્ય ગુફાઓ બનાવવામાં આવેલી છે.. જેમાં પાંડવો એ વસવાટ કર્યો હોવાની માન્યતા છે.
અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના છેવાડે આવેલ આ ડુંગર અમરેલી થી લગભગ નેવું કિલોમીટર દુર છે.. અહી નજીકમાં જ જામકા ગામ પણ આવેલું છે. દુર થી માત્ર એક સામાન્ય લાગી રહેલા આ ડુંગર અનેક રીતે ઐતિહાસિક અને જોવા લાયક છે.....(.બાબા મિત્ર મંડળ જુનાગઢ..આભાર.. વત્સલ. પંડ્યા.)શાણા વાંકિયાની પૌરાણિક ગુફાઓનો નજારો નિહાળવા જેવો છે. ઉના તાલુકાની સરહદ પર વાંકિયા નામનું નાનકડું ગામ આવેલું છે. આ ગામની નજીક શાણાનો ડુંગર આવેલો છે. આ ડુંગરને પાંડવો પવિત્ર કરીગયા હોવાનું લોકજીભે સંભાળવા મળે છે. ભગવાન બુદ્ધના અનુયાયોની તપોભૂમિ પણ આ ડુંગર હોય તેવું મનાય છે. શાણાનો ડુંગર વિવિધ કોતરો , કક્ષો ,પાણી ના ટાંકા, હાથી ખાના જેવા વિશાલ પોલાણો ધરાવે છે. પુરાતત્વ ખાતે એ આ ડુંગરને રક્ષિત જાહેર કરેલો છે. જૂનાગઢથી ૧૭૦ કી.મી. દૂર આ ગુફાઓ માણવાલાયક છે.
૧૬) સ્થળ - પ્રાચી (મોક્ષ પીપળો)ગામ - પ્રાચી, તા.સુત્રાપાડા ,જી.- ગીર સોમનાથ
#ટ્રાન્સપોર્ટેશન - કોડીનાર સોમનાથ હાઈવે ઉપર આવેલ સુત્રાપાડા તાલુકાનુ ગામ પ્રાચી પહોંચવા આપને સોમનાથ તેમજ કોડીનાર ખુબજ સરળતાથી લોકલ અને એક્સપ્રેસ એસ.ટી. બસો અને લોકલ વાહનો મળી રહે છે.
#મુખ્ય_શહેરથી_અંતર -
#પ્રાચી_તીર્થ
સોમનાથ થી #23કીમી.
કોડીનાર થી #17કીમી.
ઉના થી #55કીમી.
ગીરગઢડા થી #37કીમી.
તુલસીશ્યામ થી #68કીમી.
દીવ થી #60કીમી. અને
જુનાગઢ થી #89કીમી.
ભાવનગર થી #239કીમી.ના અંતરે આવેલુ છે.
#પૌરાણિક_મહત્વ : આ તીર્થ વિશે કહેવાય છે કે #સો_વાર_કાશી_એકવાર_પ્રાચી એ શા માટે કહેવાય? કારણકે આ તીર્થમા સરસ્વતી નદી પુર્વ દિશામા વહન કરે છે. તેથી ગયા, કાશી,પુષ્કર આદી તિર્થો કરતા આ તીર્થ વધુ પવિત્ર મનાય છે. અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિરે પીપળાનું વૃક્ષ વાવીને તેના યોગબળથી તે પીપળાનુ વૃક્ષ મોટુ કર્યા બાદ કૌરવકુળ અને ભગવાન શ્રી કૃષ્ણે યદુકુળનો મોક્ષ કરેલ. ભગવાન શ્રી કૃષ્ણે અહીં ઉદ્ધવજીને શ્રીમદ્દ ભગવતનુ જ્ઞાન આપ્યુ હતુ. પૃથુરાજા (વેનરાજાના પુત્ર) એ આ તીર્થમા અશ્વમેઘ યજ્ઞ કરેલ છે. અને પરીક્ષિત રાજાએ આ તીર્થમા પૃથ્વી અને ધર્મને કળયુગના ભયથી રક્ષણ આપેલ છે.
રાષ્ટ્રપિતા પુજ્ય મહાત્મા ગાંધીજીએ સદેહે કસ્તુરબા સાથે આ તીર્થની યાત્રા કરેલ છે અને તેમના દેહવીલય બાદ તેમના અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ વિધી અહીં કરવામા આવેલ છે.
અહીં પિતૃ મોક્ષ તથા દરેક પ્રકારની શ્રાદ્ધવિધી કરવામા આવે છે. અને અહીં દરવર્ષે શ્રાદ્ધ પક્ષમા ભાવીક ભક્તોની વિશેષ આવાગમન રહે છે તેમજ ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. તેમજ અહીં વિઠલેશ્વર મહાદેવ, બથેશ્વર મહાદેવના મંદિર તથા સરસ્વતી નદીને કાંઠે મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે. અને મોક્ષ પીપળાના પાછળના ભાગે સરસ્વતી નદીને કાંઠે ભગવાન શ્રી માધવરાયજી અને મહાલક્ષ્મીજીની સુંદર મુર્તી સ્થાપીત છે જે પણ ખુબ પૌરાણિક મંદિર છે. ચોમાસા દરમિયાન ગીરમા વરસાદ પડે ત્યારે સરસ્વતી નદીમા પૂર આવવાથી ભગવાન શ્રી માધવરાયજીનુ આ મંદિર મુર્તી સાથે 8 થી 10 ફૂટ પાણીમા ગરકાવ થઈ જાય છે.
આ સ્થળે મોક્ષ પીપળે પાણી ચડાવવાથી પિતૃનો અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે.
સોમનાથ મંદિરની અરબી સમુદ્ર આવેલ છે. આ સમુદ્રના મોજા અવિરતપણે શિવજીના ચરણોને સ્પર્શવા થનગને છે.
મંદિરના સાનિધ્યમાં અતિ પ્રાચીન '' બાણ સ્તંભ.'' આવેલ છે, જેના પર લખ્યું છે કે, "आसमुद्रांत दक्षिण ध्रुव पर्यंत, अबाधित ज्योर्तिमार्ग "
આ શ્લોકનો અર્થ થાય છે કે, “ સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં અવરોધ હીન જળમાર્ગ છે. ” એટલે કે, અહીં થી દક્ષિણ ધ્રુવ સુધી માત્ર ને માત્ર જળ છે, ભૂમિનો ભાગ જ નથી."
૧૭) પીથલપુર પાસેના પ્રદેશમાં ઇ.સ.1470માં ગોપનાથ મંદિરને પણ સોમનાથ મહાદેવની જેમ મુસ્લિમ બાદશાહો દ્વારા તોડવાનો પ્રયાસ થયો હતો. પરંતુ રાઠોડ રાજવી કશીયાજી અને સૈન્યએ ઝઝુમીને વીરગતિ પ્રાપ્ત કરી હતી. તેમના પાળીયા આજે પણ મોજુદ છે.આમ, ઝાંઝમેર રાજય અને રાઠોડ-વાજા રાજવીઓનો ઇતિહાસ પણ નોંધનીય છે.-
૧૮) સોમનાથ મંદિરના રક્ષણ માટે એકલા હાથે માથું કપાઈ ગયું છતાં ધડ સાથે લડીને પણ ઝફરખાન ની સેનાને મોતને ઉતારી દેનાર વીર હમીરજી ગોહિલ ની પુણ્યતિથિ પર સત સત નમન 🙏 જય સોમનાથ દાદા
૧૯) સોમનાથ એ વિનાશ પર "નિર્માણ" ના વિજયનું સૌથી મોટું પ્રતીક છે.
૨૦)
કોળી વીર વેગડા દાદા દ્રોણ ( ગીર ગઢડા ) ના રાજા હતા. હિન્દુ ધર્મના આધાર સ્તંભ સોમનાથ મંદિર ના રક્ષણ માટે પાંચ હજાર કોળી વીરો સાથે યુદ્ધે ચડયા હતા.
હમીરજી ગોહિલને સાથ સહકાર આપી ,, સોમનાથ દાદાનુ રક્ષણ કરતા કરતા કોળી વીર વેગડા દાદા અખાત્રીજના દિવસે શહીદ થયા હતા.
હાલ સોમનાથમાં કોળી વીર વેગડા દાદાનુ પંચધાતુનુ પુતળુ આવેલ છે અને અખાત્રીજના દિવસે પંચકુડી હવન કરવામાં આવે છે....
૨૧) સોમનાથ મંદિર
- સતયુગ થી કળિયુગ
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાઠે આવેલું ભગવાન શિવજી નું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવ...
આ મંદિર ની પ્રસિદ્ધિથી લલચાઈને આ મંદિર ઉપર લૂંટ તથા ધર્માતરણ કરવાના ઇરાદેથી અવેલા આક્રમણો સામે સોમનાથનુ મંદિર અડીખમ ઉભુ રહ્યું છે. જયારે જયારે આ મંદિર ઉપર વિનાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યારે આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યું છે.
સોમનાથ મંદિર વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ભારતના તીર્થ સ્થાનોમાં સોમનાથ મહાદેવ નું મંદિર અગ્રીમ સ્થાન છે. સોમનાથ ગુજરાત રાજ્ય ના દક્ષિણ કાંઠે વેરાવળ થી પાંચ કિલોમીટર ના અંતરે પ્રભાસ પાટણ ના દરિયકાંઠે આવેલું છે.ભગવાન શંકર અનંતકાળથી આ તીર્થમાં વસેલા છે. આ મંદિર ખુબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. ભારતમાં ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાનુ સર્વપ્રથમ જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવના આ લિંગનો ઉલ્લેખ છે. શિવ પુરાણ અનુસાર આ ભગવાન શિવનુ પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથનો ઉલ્લેખ ૠગ્વેદ માં પણ થયેલો છે. આ તીર્થસ્થાનનો ઉલ્લેખ સ્કંદપુરાણ, શ્રીમદભગવતગીતા,શિવપુરાણ જેવા પ્રાચીનગ્રન્થો માં પણ છે.
પૌરાણિક કથા-
સોમનાથ મહાદેવના મંદિર અને તેના નામ પાછળ એક પૌરાણિક કથા છે.હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની સત્તાવિસ કન્યાઓને સોમદેવ(ચંદ્રદેવ) સાથે પરણાવી હતી જેમાં રોહિણી સૌથી વધારે સ્વરૂપવાન હતી,જેથી સોમદેવ રોહિણી ને ખુબજ વધારે ચાહતો હતો.
આ વાત બીજી બહેનોને ખૂંચતી હતી જેથી બધી બહેનોએ ભેગા મળીને પોતાના પિતા દક્ષ પાસે ફરિયાદ કરી.જેથી દક્ષ પ્રજાપતિ એ સોમદેવ ને બોલાવી ઠપકો આપ્યો અને દરેક સાથે સમભાવે રહેવા સૂચના આપી છતાં ,તે સમભાવે વત્યોઁ નહિ. આથી દક્ષે સોમદેવ ને શ્રાપ આપ્યો કે"જા તારો ક્ષય થશે" આથી ચંદ્રદેવ દિવસે ને દિવસે ક્ષય પામતો ગયો,શ્રાપ ની મુક્તિ માટે સોમદેવે અનેક ઉપાચરો કર્યા ,યજ્ઞો કાર્ય છતાં રોગ મુક્ત ના થયો . આથી દેવો પણ ત્રાસી ઉઠયા અને સોમ ના શ્રાપ નિવારવા તેઓ દક્ષ ને સમજાવા લાગ્યા , છેવટે દેવો ની લાગણી ને વશ થઇ ને દક્ષે ક્ષય નિવારવા માટે જણાવ્યું કે ,
પ્રભાસ તીર્થ આગળ જ્યાં સરસ્વતી નદી મળે છે ત્યા સોમે સ્નાન કરવું અને ભાગવાન શિવ ની સ્તુતી કરવી. જો તે આ પ્રમાણે કરશે તો મહિનામાં પંદર દિવસ ચંદ્ર ક્ષય પામતો જશે અને બીજા પંદર દિવસ ચંદ્ર વૃદ્ધિ પામતો જશે.
સોમ રોહિણી સહીત પ્રભાસ તીર્થ માં પૂજા કરવા ઉતરી આવ્યો અને ભગવાન શિવજી સોમદેવ ઉપર પ્રસન્ન થયા અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામવાનું અને પ્રકાશવાનું સામર્થ્ય આપ્યું.
પ્ર-(પુનઃ) ભાસ-(પ્રકાશ) આ ઉપરથી આ સ્થાન પ્રભાસ નામે પ્રસિદ્ધ પામ્યું.અને સોમે જે લિંગ ની પૂજા કરી હતી તે ઉપરથી સોમ+નાથ=સોમનાથ મહાદેવ નામ પડ્યું. સોમનાથ મહાદેવમાં આવેલું લિંગ એ સ્વયંભૂ લિંગ છે.જે અત્યંત ક્રાંતિમાન અને તેજસ્વી છે.
ઇતિહાસ-
પ્રાચીન ગ્રંથો કહે છે કે સોમનાથ મંદિર સૌ પ્રથમ સતયુગ માં સોમરાજ દ્વારા સોનામાં, ત્રેતાયુગ માં રાવણ દ્વારા ચાંદી માં,દ્વાપરયુગ માં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લાકડામાં બાંધવામાં આવ્યું
સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ત્યાર બાદ ઇ.સ 1025માં મહંમદ ગજનીએ પોતાના સૈનિકો સાથે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો અને મંદિર ઉપર લૂંટ ચલાવી અને મંદિર ને નષ્ટ કર્યું અને મંદિર માં રહેલ લોકોની પણ કતલ કરી નાખી અને તેમાં રહેલ આદિ શિવલિંગને પણ ખંડિત કર્યું હતું. કહેવાય છે કે આગ્રાના કિલ્લામાં રહેલા દેવદ્વાર સોમનાથના છે. આ લૂંટ દરમ્યાન મહંમદ ગજની તેને પોતાની સાથે લઇ ગયો હતો. ત્યારબાદ ગુજરાતના રાજા ભીમદેવ અને માળવાના રાજા ભોજે આ મંદિર ફરીથી બંધાવ્યું હતું. પછી ગુજરાતના રાજા કુમારપાળે આ મંદિરને વિસ્તાર્યું હતું.
ત્યારબાદ 1196ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલાઉદી્ન ખીલજીના સેનાપતિ અફજલખાંએ આ મંદિરનો વિનાશ કર્યો હતો. તે પછી થોડા જ સમયમાં ચૂડાસામા વંશના રાજા મહિપાલે આ મંદિર ફરીથી ચણાવ્યું હતું. ત્યારબાદ મુઞરશાહ પહેલાએ ઈ.સ.1394 માં, મહંમદ બેગડાએ ઈ.સ 1469 માં, મુઝરશાહ બીજાએ ઈ.સ 1530 માં અને ઇ.સ 1701 માં મોગલ શાસક ઔરંગઝેબે સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને મંદિરનો અનુક્રમે નાશ કર્યો હતો.
પુન:નિર્માણ-
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ 8 મે 1950 માં સૌરાષ્ટ્ર ના પૂર્વ રાજા દિગ્વિજયસિંહે મંદિરની આધાર શીલા રાખી તથા 11 મે 1951 વૈશાખ સુદ -5 ના રોજ સવારે ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ ના હસ્તે સોમનાથના જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે" આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના મંદિરને સ્થાને હતી જે મસ્જીદ તેનાથી થોડી દૂર લઈ જવાઈ છે. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ ના સ્તંભ અને તેના પર તિર રાખીને કરવામાં આવેલા સંકેત પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.(સંદર્ભ આપો) સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
અન્ય સ્થળો-
સોમનાથ મંદિર ની નજીક હિરણ્યા ,સરસ્વતી અને કપિલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણીઘાટ ની પાસે મહાપ્રભુજીની બેઠક છે.અને નજીકમાંજ બ્રહ્મકુંડ નામની વાવ છે.તેની પાસે બ્રહ્મકમંડળ કૂવો અને બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.અહીં રસ્તામાં જલ પ્રભાસ નામના કુંડો આવેલા છે.
સોમનાથથી 4 કિલોમીટર દુર એક મોક્ષ પીપળો છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણુંએદેહત્યાગ કર્યો હતો આ સ્થળ ભલકાતીર્થ તરીકે ઓળખાય છે. અને હિરણ્યા નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો એમ કહેવાય છે.
૨૦૨૦-૨૧ માં થયેલ નવું નિર્માણ :
દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે
સોમનાથ મંદિરની સમિપે દરિયાકિનાર 45 કરોડના ખર્ચે તૈયાર થયેલા દોઢ કિમી લાંબા વોક-વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણી સંગમના બંધાર સુધીનો બનાવવામાં આવ્યો છે. સોમનાથ આવતા યાત્રિકોને વોક-વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદિર અને બીજી તરફ ઘૂઘવતા સમુદ્રનો નજારો માણી શકે એ માટે દૂરબીન પણ મુકાયેલું છે. વોક-વે પથ પર યાત્રિકો સાઈકલિંગ અને વોકિંગનો લહાવો લઇ શકશે. વોક-વેમાં યાત્રિકો સમુદ્ર સામે બેસી લહાવો લઇ શકે એ માટે બેસવાની સુવિઘા ઊભી કરવામાં આવી છે. વોક-વેની મઘ્યે ફૂડ કોર્ટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવી રહેલું હોય, જેનો ટૂંક સમયમાં લહાવો યાત્રિકોને મળતો થશે. ઉપરાંત વોક-વે પર પ્રવાસી ભારતની સંસ્કૃતિને લગતાં ચિત્રો નિહાળી શકશે, અહીં ગેલરીમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદૃશ્ય કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે. રાત્રિના સમયે મ્યુઝિક અને રંગબેરંગી લાઈટ્સ વોક- વેની સુંદરતામાં વધારો કરશે.
મંદિરની ઓફીશીયલ વૅબસાઈટ :
https://www.somnath.org/
રાષ્ટ્રના પ્રથમ રાષ્ટ્રપતિ સાથે પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નું વર્તન -
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ મંદિર માટે મોટી કિંમત ચૂકવવી પડી હતી.
એ વાત જાણીતી છે કે જવાહાલ લાલ નેહરુ સોમનાથ મંદિરના પક્ષમાં ન હતા. સરદાર પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનું કામ શરૂ કર્યું. પટેલના અવસાન બાદ મંદિરની જવાબદારી કે.એમ.મુનશી પર આવી ગઈ. મુનશી નેહરુની કેબિનેટમાં મંત્રી હતા. પટેલના મૃત્યુ પછી નેહરુ સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. એક સભામાં તેણે મુનશીને ઠપકો પણ આપ્યો હતો. તેમના પર હિન્દુ-પુનરુત્થાનવાદ અને હિન્દુત્વને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ મૂક્યો. પરંતુ, મુનશીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ સરદાર પટેલનું કામ અધૂરું છોડશે નહીં.
કે.એમ.મુનશી પણ ગુજરાતી હતા, તેથી સોમનાથ મંદિર બંધાવ્યા પછી તેમનું અવસાન થયું. ત્યારબાદ તેમણે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું. તેમણે આ આમંત્રણને ખૂબ ગર્વ સાથે સ્વીકાર્યું પરંતુ જ્યારે જવાહર લાલ નેહરુને તેની જાણ થઈ ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે ડો.રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખીને સોમનાથ જવાની ના પાડી.
જવાહર નો સ્પષ્ટ આદેશ હતો સોમનાથ મંદિર પર સરકાર તરફ થી કોય પણ ખર્ચ કરવામાં નહિ આવે.રાજેન્દ્ર બાબુ ને જવું હોય તો પોતાના ખર્ચે જઈ શકે છે.રાજેન્દ્રબાબુ પણ નેહરુની વાતને અવગણીને દિલ્હી થી બરોડા પોતાની ટિકિટ થી ગયા,બરોડા થી સોમનાથ જવા જામનગર ના જામ સાહેબે પોતાની મોટર મોકલી હતી .સોમનાથ ગયા અને જોરદાર ભાષણ આપ્યું. જવાહર લાલ નેહરુને આનાથી જબરદસ્ત આંચકો લાગ્યો. તેના અહંકારને ઠેસ પહોંચી હતી. તેણે પોતાની હાર માની નહિ.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ જવું ખૂબ જ મોંઘુ પડ્યું કારણ કે તે પછી નહેરુએ તેમની સાથે જે રીતે વર્ત્યા તે આશ્ચર્યજનક છે.
સોમનાથ મંદિરના કારણે ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ વચ્ચેના સંબંધોમાં એટલી કડવાશ આવી ગય કે જ્યારે રાજેન્દ્ર બાબુને રાષ્ટ્રપતિ પદ પરથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે નહેરુએ તેમને દિલ્હીમાં ઘર પણ ન આપ્યું. રાજેન્દ્ર બાબુ દિલ્હીમાં રહીને પુસ્તકો લખવા માંગતા હતા. પરંતુ, નેહરુએ તેમની સાથે અન્યાય કર્યો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સન્માન થવું જોઈએ, તેમને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા. આખરે ડૉ.રાજેન્દ્ર પ્રસાદને પટના પાછા ફરવું પડ્યું. પટનામાં પણ તેમનું પોતાનું ઘર નહોતું. પૈસા ન હતા. પટનામાં પુષ્કળ સરકારી બંગલા અને મકાનો હોવા છતાં નહેરુએ તેમને કોઈ ઘર આપ્યું ન હતું.
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આખરે પટનાના સદાકત આશ્રમમાં સામાન્ય ઓરડામાં રહેવા લાગ્યા. ન તો કોઈ દેખભાળ કરનાર કે ન તો ડૉક્ટર. તેની તબિયત બગડવા લાગી. તે અસ્થમાથી પીડિત હતા. તેમને આખો દિવસ ખાંસી ઉધરસ આવતી. હવે એક પૂર્વ રાષ્ટ્રપતિને પણ એવી મૂંઝવણ કે તેઓ કોય પાસે મદદની ભીખ પણ ન માંગી શકે. પરંતુ, રાજેન્દ્ર બાબુ પટના આવ્યા પછી નેહરુએ ક્યારેય એ જાણવાની કોશિશ પણ નથી કરી કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કઈ સ્થિતિમાં જીવી રહ્યા હતા?
એટલું જ નહીં, જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની તબિયત બગડવા લાગી ત્યારે કોઈએ તેમને સારી સારવાર કરાવવાની તસ્દી લીધી નહીં. તે સમયે બિહારમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી. છેવટ સુધી ડૉ.રાજેન્દ્રબાબુને આરોગ્યની સારી સુવિધા મળી ન હતી. તેની સાથે ભારે ઉદાસીનતા સાથે સારવાર કરવામાં આવી હતી. જાણે આ કોઈની સૂચના પર થઈ રહ્યું હોય. તેને ઉધરસની ઘણી તકલીફ રહેતી હતી. પટના મેડિકલ કોલેજમાં તેની ઉધરસની ખાસી ,અસ્થમા દૂર કરવા માટે એક મશીન હતું. તેને દિલ્હી પણ મોકલી દેવા માં આવ્યું. એટલે કે રાજેન્દ્ર બાબુને મારવા માટે સંપૂર્ણ અને નક્કર વ્યવસ્થા કરવામાં આવી હતી.
એકવાર જય પ્રકાશ નારાયણ તેમને મળવા સદાકત આશ્રમ આવ્યા. તેઓ જાણવા માંગતા હતા કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સભાના અધ્યક્ષ કેવી રીતે જીવે છે. જેપીએ તેમની હાલત જોઈ ત્યારે તેમનું મન સ્તબ્ધ થઈ ગયું. આંખો ભીની થઈ ગઈ. શું બોલવું તે સમજાતું નહોતું. જેપીએ તરત જ તેના સાથીદારોને તેને રહેવા યોગ્ય ઘર બનાવવા કહ્યું. રાજેન્દ્ર બાબુનું 28 ફેબ્રુઆરી 1963ના રોજ અવસાન થયું.
ડૉ.રાજેન્દ્ર પ્રસાદના અવસાન પછી પણ નેહરુ નો ગુસ્સો ઓછો ન થયો. નેહરુ તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજર ન હતા. તેમની છેલ્લી મુલાકાતના દિવસે નેહરુ જયપુર ગયા હતા. એટલું જ નહીં રાજસ્થાનના રાજ્યપાલ ડૉ. સંપૂર્ણાનંદ પટના જવા માંગતા હતા પરંતુ નેહરુએ તેમને ત્યાં જવા દેવાની ના પાડી. જ્યારે નેહરુને ખબર પડી કે સંપૂર્ણાનંદ જી પટના જવા માગે છે, ત્યારે તેમણે સંપૂર્ણાનંદને પૂછ્યું કે તે કેવી રીતે શક્ય છે કે દેશના વડાપ્રધાન કોઈ રાજ્યમાં આવે અને તેના રાજ્યપાલ ત્યાંથી ગાયબ થઈ જાય. આ પછી ડૉ.સંપૂર્ણાનંદે પટના જવાનો પ્લાન રદ કરવો પડ્યો.
એટલું જ નહીં, નેહરુએ રાજેન્દ્ર બાબુના અનુગામી ડૉ. એસ. રાધાકૃષ્ણનને પણ પટના ન જવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ, રાધાકૃષ્ણને નહેરુની વાત ન માની અને તેઓ રાજેન્દ્ર બાબુના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પટના પહોંચ્યા.
દુર્ગાદાસ તેમના પુસ્તક ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુમાં લખે છે અને તે પછી નેહરુએ રાધાકૃષ્ણનને કહ્યું કે તેમના માટે ત્યાં જવું જરૂરી નથી. રાધાકૃષ્ણને અસંમતિ વ્યક્ત કરતાં કહ્યું કે ના, મારે ત્યાં જવું જરૂરી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જે આદરને પાત્ર છે તે તેમને મળવું જોઈએ. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને તેમનો રાજસ્થાન પ્રવાસ રદ કરીને પટના જવા માટે પણ સૂચન કર્યું હતું. બંનેએ એકબીજાના સૂચનોને ફગાવી દીધા. તે દિવસે પંડિત નેહરુ રાજસ્થાન અને રાધાકૃષ્ણન પટના ગયા હતા.
૨૨) વારાહ મન્દિર
કદવાર
ગિર સોમનાથ
ગુજરાત
***************
1800 વર્ષ જૂનું છે વારાહ મંદિર, મૌર્ય યુગનાં ઉત્તમ સ્થાપત્યની કરાવે છે ઝાંખી
કદવારઃ ગિર-સોમનાથ જિલ્લામાં છેવાડાનાં દરિયાકાંઠે સોમનાથથી 12 કિમી દૂર ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતું આ ભવ્ય મંદિર કદવાર ગામે આવેલું છે. ઇસ 212નાં ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે.
ભારતવર્ષનું એક માત્ર ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન, ભવ્ય મંદિર છે સોમનાથથી 12 કિમી દુર
સોમનાથથી 12 કિમી દૂર કદવાર ગામે વારાહ ભગવાનનું મંદિર આવેલું છે. જેમાં ઇસ 212ની ચંદ્રગુપ્ત મૌર્યનાં યુગની ઉતમ શિલ્પકળાથી શોભે છે. તે ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું ભવ્ય મંદિર છે. મંદિર 1800 વર્ષ જૂનું છે. અા પવિત્ર સ્થળને અરબી સમુદ્રનાં ઘુઘવાતા સફેદ મોજાં સતતપણે પખાળતા રહે છે. સૌરાષ્ટ્રમાં ઇસ 212થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે રાજા ધનાનંદનાં સાળાઅે ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવાર ગામનું જૂનું નામ કદ્વાર હતું તેમ જાણવા મળે છે.
જૂનું શિલ્પ સ્થાપત્ય ધરાવતું મંદિર
દિવાલો પર કલાત્મક કોતરણી, બારીકાઇથી દોરેલી કૃતિઓ, ચિત્રોની અનોખી ડિઝાઇન ધરાવતું આ અતિ પ્રાચિન મંદિર છે.
સંસ્કૃતિના પ્રતિક સમાન મંદિરની ભવ્યતા
ભાતીગળ અને સંસ્કૃતિ પ્રતિક સમાન વારાહ ભગવાનનાં મંદિરની કાળક્રમે યોગ્ય જાળવણી ન થતા આ મંદિરની ભવ્યતા આજે ઝાંખી પડી છે.
રાજાશાહી યુગમાં મૂર્તિઓ ખંડિત કરાઇ
સોમનાથ ઉપર મહંમદ ગઝનવીએ લૂંટ કરી હતી ત્યારે તેણે વારાહ ભગવાનની મૂર્તિને પણ ખંડિત કરી હતી. આજે પણ આ મૂર્તિઓ ખંડિત હાલતમાં છે.
No comments:
Post a Comment