૧) રાણકી વાવ
➡ . વિશ્વનો શિલ્પ સ્થાપત્ય , જન કલ્યાણનો હેતુ નિર્માણ પામલો સ્થાપત્યનો ઉતમ નમુનો ગુજરાત પાટણમાં આવેલી રાણકી વાવ 🌊.
પાટણની રાણકીવાવ વિશ્વમાં સ્થાપત્યની અજાયબીયો સ્થાન મળે તેવો ઉતમ નમુનો , રાણકીવાવ વિશે વધુ વાત કરતા પહેલા વાવ વિશે ટુકમાં જાણીયે. વાવ ને સંસ્કૃતમાં " વાપિ " ગુજરાતીમાં વાવાડી અને રાજસ્થાનમાં "બાવડી " તરીખે ઓળખાય છે. વાવને એક છેડે કૂવો હોય છે; તેના પાણીની સપાટી સુધી પહોંચવા માટે બીજે છેડેથી પગથિયાં હોય છે. આ પગથિયાંમાં થોડે થોડે અંતરે પડથાર હોય છે; જેનો હેતુ પગથિયાં સળંગ ઊતરતાં થાક ન લાગે તે માટે વિસામાની સગવડ પૂરી પાડવાનો હોય છે. વાવમાં ત્રણ-ચારથી માંડીને 15 જેટલી પડથાર હોય છે.
⏩ વાવના પ્રકાર :-
વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં વાવના મુખ્ય ચાર પ્રકાર દર્શાવ્યા છે, જે મુખ (પ્રવેશદ્વાર) અને કૂટ(માળ)ની સંખ્યાને આધારે દર્શાવ્યા છે. તે મુજબ વાવના નંદા, ભદ્રા, જયા અને વિજયા – એવા ચાર પ્રકાર પડે છે.
૧. નંદા પ્રકારની વાવને 1 મુખ અને 3 કૂટ હોય છે.
૨. ભંદ્રા પ્રકારની વાવને 2 મુખ અને 6 કૂટ હોય છે.
૩.જયા પ્રકારની વાને 3 મુખ અને 9 કૂટ હોય છે,
૪.જ્યારે વિજયા પ્રકારની વાવને 4 મુખ અને 12 કૂટ હોય છે.
મોટેભાગે મુખ અને કૂટની સંખ્યામાં મેળ ખાતો નથી તેથી મુખની સંખ્યાને આધારે ભેદ પાડવામાં આવે છે.
▶ પાટણમાં આવેલી રાણકી વાવ (રાણીની વાવ). :-
ભારતમાં કેટલાય સ્થાપત્ય જોવા મળેછે. જે પ્રેમ ના પ્રતિક તરીખે પોતાના પતિ અથવા પત્ની યાદમાં બંધાવામા આવયા હોય. આવાજ પ્રેમનુ પ્રતિક એટલે રાણકીની (રાણી) વાવ. આ વાવ પાટણના મહારાજા ભીમદેવ પ્રથમ (બાણાવાળી)ના પત્ની મહારાણી ઉદયમતી ઇ.સ ૧૦૬૩માં પોતાના પતિ ભીમદેવની યાદમાં બંધાવી હતી. તેવો જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા' ખેગાંરના કુંવરી હતા. આવીજ બીજી વાવ અડાલજ સ્થળે રાણી રુડાદેવી તેમના પતિ મહારાણા વિરસિહ વાઘેલાની યાદમાં બંધાવી હતી. વાવનિર્માણ પાછળ મુખ્ય હેતુ પશુ , પંખી અને મનુષ્યને પીવા માટે શુદ્ધ પાણી મળે, સરવ જનની તરસ છીપાય અને તેવોના આશીર્વાદ મળે. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ રાણકીવાવ જમીનમાં દટાઈ ગઈ હતી . ઇ.સ ૧૮૯૦ આસપાસ બ્રિટિશરો દ્રારા વાવને મુળ સ્વરુપે બહાર લાવા સૌપ્રથમ ખોદકામ શરુ થયુ પણ તે કામ પુરુના થયુ , પરંતુ ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષોની મહેનત બાદ છેક 1980માં વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી નાના શિલ્પ અને મૂર્તિ પર લાગેલી માટી દુર કરવા બ્રંસીગ પદ્ધતિનો ઉપયોગ કરી માટી દુર કરી શિલ્પોને મુળ સ્વરુપમાં લાવામાં આવયા હતા.
▶ રાણકી વાવનો સ્થા૫ત્ય પ્રકાર અને કલાકોતરણી :-
રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઉંડી છે.જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ સ્તંભ વડે ટેકવવામાં આવી છે. એક થી વધુ સ્તંભો દ્વારા રચાયેલ સંયુક્ત એક ભાગ પર અનુરૂપ ખાંચો અથવા વિરામો (મોર્ટિસીસ) સાથે જોડાયેલા હોય છે. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. તે સાત માળ જેટલી ઊંડી જયા પ્રકારની વાવ છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે.આ વાવ મારુ-ગુર્જર શૈલીનું જીવંત ઉદાહરણ છે.મુખ્ય વિષયવસ્તુ ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો (દશાવતાર) છે. જેમા
૧. મત્સ્ય અવતાર
૨.કુર્મ અવતાર
૩.વરાહ અવતાર
૪. નૃસિંહ અવતાર
૫.વામન અવતાર
૬. પરશુરામ અવતાર
૭. રામ અવતાર
૮. કૃષ્ણ અવતાર
૯.બુદ્ધ અવતાર
૧૦. કલ્કી અવતાર
ના શિલ્પો જોવા મળેછે. આહા કેવી અદભુત શિલ્પ કલા નરી આખે જોતા ભગવાન વિષ્ણુના દશ અવતારો દર્શન કરી ધન્યતાનો અનુભવ થયો . આ વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓ અને નાગકન્યા (વિષ કન્યા) ઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. આ શિવાય નોધાવા જેવા શિલ્પોમાં મહિષાસુર મરદનીનુ અદભૂત શિલ્પ જેમા માઁ દુર્ગા મહિષાસુર નામના રાક્ષક વધ કરયો , હનુમાનજી એ ભગવાન શનિને હરાવ્યા હતા તેમને પોતાના પગમાં દબાવી રાખયા હતા તેની અનુભુતી કરાવતુ અદભુત શિલ્પ જોવા મળે છે. ભગવાન શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, રથ પર સવાર સૂર્ય ભગવાન ,ભગવાન બલરામ , માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ અને , યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય સભર આ રાણકી વાવમાં જોવા મળેછે . પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જોવા મળે છે એમના વિશે એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે. આ વાવમાં ૩૪૦ વધુ કલાત્મક કોતરણીવાળા સ્તંભો જોવા મળે છે.આ વાવની દીવાલો પર અંકિત કરવામાં આવેલી ધાર્મિક તસવીરો અને કોતરણી દર્શાવે છે કે તે સમયે આપણા સમાજમાં ધર્મ અને કળા પ્રત્યે કેટલું સમર્પણ હતું. આ વાવ ગુજરાતના વૈભવશાળી ઈતિહાસની ઝાંખી કરાવે છે.આ વાવ જોતા આનંદ અનુભુતી સાથે તે સમયની લોકોની કોઠા સુજ અને અદભુત કલા, એન્જિનિયરિંગ દર્શન થાય છે. રાણકી વાવ આર્ટ અને આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે.
સોલંકીવંશના રાજવીઓ અને તેમના નારી રત્નો મોટી ખાસિયત કહો કે તેમની મોટી કોઠા સુજ તેમને જયા જયા શાસન કરયુ ત્યા પ્રજાલક્ષી કામો કરયા પ્રજાના હદયમાં સ્થાન મેળવયુ .એવુ કહેવાય છે . સોલંકી રાજવીઓ હજારોની સંખ્યામાં વાવો અને તળાવોના નિર્માણ કરાવ્યા. સોલંકીવંશના નારી રત્ન રાજમાતા મીનળદેવી બંધાવેલુ મુનસર અને મલાવ તળાવ પણ અદભુત છે. હાલ પણ ગુજરાતના ધણાખરા સ્થળોએ સોલંકી રાજવંશના સમયમાં નિર્માણ પામેલી વાવો ઉત્ખનન કરતા મળી આવી છે.
રાણકી વાવનું શિલ્પ-સ્થાપત્ય અને તેના ઐતિહાસિક મહત્વને ઘ્યાનમાં રાખીને વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી . ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે. આ બંને નિર્ણયો આપણા ગુજરાતીયો સાથે સમ્રગ ભારતીયો માટે ગૌરવલેવા જેવુ કહેવાય. હુ ખમીરવંતી ગુજરાતની પ્રજાને એટલુજ કહીશ પ્રેમના પ્રતિકની સાથે ધાર્મિકતાની અનુભુતી કરાવતી આ રાણકી (રાણી) વાવની મુલાકાત દરેક ગુજરાતીયો એકવાર જરુરથી લેવી જોઇયે. આજે આવાવ જોવા દેશ વિદેશથી ધણા લોકો આવેછે. ગુજરાત સરકારનુ પુરાતત્વ ખાતુ અને પ્રવાસન વિભાગ વાવની જાણવણી સાથે પ્રવાસીઓની સંખ્યા વધે તેવા તમામ પ્રયાસો થઇ રહયા છે. રાણકીવાવ પર દર વરસે સાસ્કૃતિક કાર્યક્રમ અને અદભુત લાઇટિંગ શોનુ આયોજન કરવામાં આવેછે.
૨) મલાવ તળાવ
સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવી લોક સેવા માટે ખૂબ કાર્યરત હતા, તેમણે લોકો માટે ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં વાવ, તળાવ, કુવા..વગેરે બંધાવ્યા હતા.
આવું જ એક તળાવ ધોળકા શહેરમાં આવેલું મલાવ તળાવ ગુજરાતને રાજમાતા મીનળદેવીની દેન છે.
ગુજરાતનાં ગણ્યાંગાંઠયા સુંદર તળાવોમાં મલાવ તળાવની બાંધણી અગ્રસ્થાને છે. આ તળાવ ઈ.સ. ૧૦પ૦ માં બંધાયું હોવાનો અંદાજ છે. આ તળાવનું ક્ષેત્રફળ ૪૬ એકર છે અને વ્યાસ ૪૦૦વાર છે. એની બાંધણી પાટણના સહસ્ત્રલિંગ અને વિરમગામના મુનસર તળાવને મળતી આવે છે. આ તળાવની ચારેબાજુ પગથિયાની ફરસબંધી છે. આ તળાવને ચાર ઓવારા અને તેના પર દેરીઓ હશે તેમ માનવામાં આવે છે.તળાવની મધ્યમાં એક વિહાર બંગલી છે.ત્યાં જવા માટે પથ્થરનો એક પુલ બાંધેલો છે. તળાવના પાણી આવવાના માર્ગમાં તળાવની નજીક એક રુદ્રકુંડ બાંધવામાં આવ્યો છે. તેનો વ્યાસ આશરે ૮વારનો છે. આ કુંડની ચારે બાજુએ પથ્થરમાંથી કંડારીને ૧૧ રુદ્રને બેસાડવામાં આવ્યા છે. જયારે રુદ્રકુંડ ભરાઈ રુદ્રોના મુખ સુધી પાણી આવે ત્યારે તળાવ સંપૂર્ણ ભરાઈ ગયેલું હોય છે.
જ્યારે મિનળદેવી ધોળકામાં તળાવ બંધાવતા હતા ત્યારે તળાવના કાંઠા ઉપર એક ગરીબ બાઇનું ઝુપડું હતું તેને લઇને તળાવની ગોળાઇ બરાબર આવતી નહી. તળાવના ઘાટમાં ખાંચો પડતો તેથી બાઇને ઝુંપડાના બદલામાં માંગે તેટલી કિંમત આપવા કહ્યુ પણ તે બાઇને ઘર સાથે એટલી મમતા બંધાયેલી કે ઘર છોડવા તૈયાર જ ન હતી. બાઇને ખુબ સમજાવી પણ ઘર આપવા તૈયાર જ ન થઇ. રાજમાતાએ ધાર્યુ હોત તો સત્તાના જોરે જોર-જુલમથી લઇ શકત , તેમ ન કરતા તળાવના આકારમાં ખાંચો પડવા દઇ પોતાની ન્યાયપ્રિયતા સાબિત કરી.
આવી હતી રાજમાતા મીનળદેવીની ન્યાયપ્રિયતા ! !
એટલે જ કહેવાતું કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ ! ! !
ધોળકા શહેરની વચોવચ સિદ્ધરાજ રાજાના માતા મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ ન્યાય પ્રણાલી માટે જાણીતું છે
વાત એમ હતી કે જ્યારે તળાવ ખોદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે તળાવને ગોળાકાર આપવાનો હતો પણ એક વિઘ્ન હતું , ત્યાં એક ધોબણ રેહતી હતી તેણે પોતાની જગ્યા ખાલી કરવાની ના પાડતા રાજમાતામીનળદેવીએ પોતાના સેનાપતિ ને હુકમ કર્યો કે તેટલો ખૂણો છોડીને તળાવ બનાવો , અને ત્યાર બાદ તૈયાર થયું એક સુંદર મલાવ તળાવ , સમય જતાં ત્યાં બોર્ડ પણ મારી દેવામાં આવ્યું કે ન્યાય જુઓ તો જુઓ મલાવ તળાવ ...
મીનળદેવીએ ધોબણ સાથે તો ન્યાય કર્યો પણ અફસોસ સાથે જણાવીશ કે આજે તળાવ સાથે ન્યાય થયો નથી , તળાવ ની આજુબાજુમાં ખુબજ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજય છે , કોઈ પ્રકૃતિ પ્રેમીને કદાચ આવા દૃશ્ય જોવા નહિ ગમે ... મલાવ તળાવ ની આ આ હાલત માટે જવાબદાર કોણ ? કદાચ આપણે બધા !
૩) ફાદા વાવ :(ચલોડા ધોળકા)-----
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા ગામની સીમમાં ધોળકા થી વાયા બદરખા થઈને અમદાવાદ જવાના રોડ પર ધોળકા કલીકુંડ થી પાંચેક કિલોમીટર દૂર રોડ પર અમદાવાદ તરફ જતા જમણી સાઈડ પર એક આઈ શ્રી ખોડીયાર માતાનું શિખર વાળુ મંદિર છે. તેની આગળની તરફ રોડ ટચ એક વાવ જોવા મળે છે. જે નંદા પ્રકારની એક મુખી વાવ છે. મંદિરના પરિસરમાં બેઠેલા શ્રધ્ધાળુ લોકો અને ભુવાજી જણાવે છે કે આ વાવના 700 વરસ હશે. ગુજરાતના સોલંકી શાસન વખતે વટેમાર્ગુઓની તરસ છીપાવાવા આ પ્રકારની વાવો બંધાયેલી છે. આ વાવને લગતી ચોક્કસ ઐતિહાસિક માહિતી મળી નથી. છતાં પણ તે સિધ્ધિરાજ જયસિંહ અને મીનલદેવીના વખતમાં બંધાયેલી હશે તેમ માનવામાં આવે છે. અહીંથી સાતેક કિલોમીટર દૂર ધોળકાનું મલાવ તળાવ તેનું સમકાલીન સ્થાપત્ય હશે.
વાવને આજુબાજુથી દિવાલ અને પ્રવેશ વખતે જાપા જેવી જાળી વડે કવર કરેલી છે .ઉપરના ભાગે પતરાનો સેડ લગાવેલો છે. જેથી સુરક્ષિત રહે. દેખાવમાં નાની અને સાદી લાગે છે.માટીથી પુરાઈ ગયેલી જણાય છે. પંદર વીસ પગથિયા માર્બલ સ્ટોનથી મરામત કરેલાં અને પંદરેક પગથિયા મૂળ પથ્થરોની સ્થિતિએ જોવા મળે છે અંદર એક કમાન વાળુ પ્રવેશદ્વાર છે. વાવનો ઉપરનો ભાગ ખુલ્લો છે. અંદર પરિસર પહોળું છે જેને માર્બલ પથ્થર અને દિવાલો સ્ટાઈલસ થી આધુનિક રીતે મરામત કરી છે. અંદરની બાજુએ દીવાલની ત્રણેય સાઈડમાં ત્રણ ગોખ અને એક વચ્ચે મોટો ગોખ છે. જેમાં ખોડીયાર માતા, હનુમાનજી, ગોગા મહારાજ ની મૂર્તિઓ સ્થાપિત છે. બાજુમાં ખોડીયાર માતા નું મોટું મંદિર છે .મંદિરના સંચાલકો દ્વારા અહીં પણ દેખભાળ રખાય છે તેવું જોવા મળે છે. ચારેય તરફ હરિયાળા ખેતરો ડાંગર, શેરડી, બોરડી, જમફળી અને કારેલાંના પાકો તથા અન્ય શાકભાજી થી લહેરાતા જોવા મળે છે. ચોમાસામાં આ સ્થળ લીલોતરી થી મનમોહક લાગે છે. હું તારીખ 6 ઓગસ્ટ 2023 ના દિવસે રૂબરૂ માહિતી માટે ગયો હતો.
ગ્રામ્ય ગુર્જરી કલા સંસ્થા ‐--------
ભાતીગળ ભાલ એક રૂડો પ્રદેશ. ------
૪) વહાણવટી વાવ :------‐---
ધોળકા અમદાવાદથી 40 સેક કિલોમીટર દૂર આવેલું છે. અમદાવાદ થી ધોળકા જતાં વચ્ચે બદરખા ગામ આવે છે બદરખા થી થોડે ધોળકા તરફ આગળ જતાં જમણી બાજુએ રોડને અડીને એક નાનકડી પુરાણી વાવ દેખાઇ આવે છે. તેની બાજુમાં એક નાગ દેવ ગોગમહારાજ નું મંદિર અને આશ્રમ પણ છે. વાવ દેખાવે સાદી અને નાની પણ ભાતીગળ લાગે છે. આશ્રમના સંત અને એક સેવક ત્યાં હાજર રહેલા હતાં. વાવ વિશે સંત ને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે "આ વાવ હાલના સમયમાં "વહાણવટી સિકોતર વાવ "તરીકે બોલાય છે. સાતસો (700) વરસ પહેલાંની આ વાવ છે. જે કર્ણાવતી થી ધોળકાનગર આવતાં વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની સગવડતાના માટે સોલંકી રાજાઓએ બંધાવેલ છે". આ રસ્તે ચાર વાવો બંધાયેલી હતી. આ વાવને 2018 માં બદરખા ગામના એક વણિક પરિવાર તરફથી થોડો જીર્ણોદ્ધાર કરાવેલો છે તેવું વાવના પિલ્લર પર લગાવેલી તખતી માં લખાણ જોવા મળે છે. બીજો કોઈ પૌરાણિક ઉલ્લેખ નથી જોવામાં આવ્યો. પણ વાવ નું બાંધકામ જોતા તે ધોળકા મલાવ તળાવ જ્યારે બંધાવેલું હોય તેની સમાકાલીન હશે અને ,તે સોલંકી રાજા સિધ્ધરાજ જયસિંહ અને મીનલદેવીના વખતમાં બંધાયેલી હશે તેવું અનુમાન માની શકાય છે. વાવને એક તરફથી પ્રવેશદ્વાર છે અને એક મુખી 'નંદા 'પ્રકારની છે. વાવમાં પ્રવેશવાની દિશા પશ્ચિમ થી પૂર્વની તરફ છે. વાવના ઉપરના ભાગે પગથિયાંની બન્ને બાજુ બે પિલ્લર છે તે કોટ કાંગરા જેવા લાગે છે. એક કાંગરા સાથે લાલ રંગની ધ્વજા ખોડેલી જોવા મળી હતી. તેને ચારેય દિવાલ તરફ ચાર નાના ગોખલા છે. વાવ ખુલ્લી જ છે. કોઈ પ્રકારની સુરક્ષા કે આવરણ કરેલું નથી. અંદર પ્રવેશ કરતાં 10 પગથિયાં મૂકીને એક મોટું પગથિયું છે ત્યાં જમણી સાઈડ મા એક મંદિર ની ડિઝાઇનનો ગોખ જણાય છે. તે ખાલી છે. ત્યાંથી આગળ એક ગોળાઈ વાળું પ્રવેશદ્વાર છે પ્રવેશદ્વાર કલાત્મક સ્થાપત્ય જેવું છે. આ પ્રવેશદ્વાર પછી ઝાપા જેવી જાળી છે ત્યારબાદ બીજા પાંચેક પગથિયાં જઈએ ત્યારે માટીથી પુરાણ થયેલ વાવ જોવા મળે છે. વાવ સંપૂર્ણપણે પુરાણ થયેલી જણાય છે. વાવ વિશે સંપૂર્ણ માહિતી મળી નથી. હજુ પણ આ વાવને બહાર લાવી શકાય તો તેની ઉપયોગીતા અને ભવ્યતાનો ખ્યાલ લોકોને જરૂર આવે .
આજુબાજુના વિસ્તારમાં વિવિધ પાકો થી ભરપૂર ખેતરો જોવા મળે છે. ચોમાસું હોય અત્યારે વાતાવરણ લીલું છમ અને સુંદર લાગે છે. ધોળકા થી અમદાવાદ વચ્ચે અમે બે વાવની માહિતી મેળવી હતી. એકજ દિવસમાં તા.6 ઓગસ્ટ 2023 ના દિવસે બન્ને વાવની વિગત ,ફોટોગ્રાફ લીધાં અને તેનો અમને ખૂબ આનંદ પણ થયો. ઐતિહાસિક, પુરાતત્વ અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે કોઇ પણ કામગીરી ખૂબ ગમે છે.
ગ્રામ્ય ગુર્જરી કલા સંસ્થા. ---------------
ભાતીગળ ભાલ એક રૂડો પ્રદેશ.
૫) મુનસર તળાવ
ટોયલેટ, કચરાપેટી, શિલ્પોની ચોરી અને માણસ જાતને મૂરખ દર્શાવવા માટેનુ ઉત્તમ ઉદાહરણ એટલે વિરમગામનુ મુનસર તળાવ
૬) કાંકરિયા તળાવ
અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ 15મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ 1451માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે “કુતુબ-હૌજ” અથવા “હૌજ-એ-કુતુબ” નામે જાણીતું હતું. તે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી.
("અમદાવાદ બતાવું ચાલો"...લેખમાળા)
દક્ષિણ ગુજરાતના બળવાને સખત હાથે દબાવી પાછા ફરતી વેળાએ સુલતાન અહમદશાહના મનમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કાઠીયાવાડ, સોરઠ અને કચ્છના વિવિધ વિસ્તારો પર સહેલાઈથી રાજ્ય વહીવટ તેમજ લશ્કરી નિયમન કરી શકાય તે માટે ગુજરાતનાં મધ્યમમાં એક નવી રાજધાનીનું નિર્માણ કરવાની ગડમથલ ચાલતી હતી અને તેમાં તેઓએ સાબરમતી નદીના કિનારે આશાવલ તરીકે ઓળખાતી નાની વસ્તી(આજનાં સમયનું બહેરામપુરા વિસ્તાર)ની બાજુમાં એક શહેર બનાવવાનું વિચાર્યું. બારે માસ વહેતી નદી અને ઉંચી ભૂગર્ભ જળ સપાટી તથા નદીથી ઉંચી સપાટ જગ્યા (આજે પણ કોટ વિસ્તારમાં વરસાદનાં પાણી ભરાતું નથી.)અને વ્યુહાત્મક સ્થળ તરીકેની યોગ્યતા જેવા કારણોથી બાદશાહે અહીં નવી રાજધાનીનું નિર્માણ કરવાનું મન બનાવ્યું. આ સ્થળ પાટણથી દક્ષિણ ગુજરાત જતાં અને સૌરાષ્ટ્રથી દિલ્હી તરફ જતાં રાજમાર્ગો પર આવેલ હતું. સુલ્તાન અહમદશાહને તેમના દાદા તરફથી રાજસત્તા મળેલ હોઇ અન્ય કાકા,પિતરાઇ ભાઇઓની ઇર્ષ્યાથી બચવું જરુરી હતું અને પાટણમાં ચાલતાં રાજકીય કાવાદાવાઓથી દૂર એક રાજધાની વિકસાવવા સાબરમતીનાં કિનારે આવેલું જૂના આશાવલની બાજુમાં આવેલું આ સ્થળ રાજધાની માટે સૌથી યોગ્ય લાગ્યું.
આશાભીલ અને તેના લોકોને સુલતાનના વિશાળ સૈન્યનો સામનો કરવાનું અર્થહીન લાગ્યું અને તે વનવાસીઓને તેઓ શહેરી જીવન સાથે તાલમેલ બેસાડી શકે તેવું ન લાગ્યું અને તેઓએ તે વિસ્તાર કોઇપણ પ્રતિકાર વિના છોડી દીધો.
તે સમયે નદીના પશ્ચિમકાંઠે આવેલા સરખેજ ગામમાં રહેતા તેમના આધ્યાત્મિક ગુરુઅને મગરીબી સંપ્રદાયના સૂફી સંત હઝરત શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુ રહે. (રહે.- રહેમતુલ્લાહ અલયહિ- એટલે કે "તેમના પર ઇશ્વરની કૃપા થાય, તેવી દુઆ") સમક્ષ શહેરની સ્થાપના કરવાની ઇચ્છા દર્શાવી. પરંતુ તેમણે આ ઇચ્છાને અમલમાં મૂકવાની પરવાનગી આપતાં એક શરત મૂકી. કે “જેમણે જીવનમાં એક પણ વખત જેની અસરના સમયની નમાઝ ન છૂટી હોય તેવા ચાર અહમદ નામનાં વ્યક્તિ શોધી લાવે, અને તેમનાં દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવે."
આ શરત ખુબ આકરી હતી, કારણ કે અસરનાં સમયની નમાઝ સૂર્યાસ્તનાં દોઢ કલાક પહેલાં અદા કરવામાં આવે છે અને તે સમયે કોઇ પણ મુસલમાન ધંધા રોજગારમાં ખૂબ વ્યસ્ત હોવાથી નમાઝ જમાત સાથે એટલે કે સામૂહિક રીતે અદા કરવામાં કયારેક છૂટી જવાની શકયતા વધારે હોય છે. બાદશાહ અહમદ શાહને લાંબા સમયની શોધખોળ પછી સંતની આવી વિશિષ્ટતા ધરાવતા બે “અહમદ” તો મળી આવ્યા. જે પૈકી એક હતા, પાટણના હઝરત કાઝી અહમદ જૂદ અને બીજા હઝરત મલિક અહમદ (જેમની કબર કાલુપુર બલુચાવાડમાં આવેલી છે). આમ ખુબ મહેનતને અંતે અહમદ નામના બે સંતો ગુજરાતમાંથી મળી આવ્યા. પણ હજુ બે સંતો બાકી હતા. તે અંગે ઘણી શોધ કરી પણ બીજા બે સંતો ન મળ્યા. સુલતાન અહમદ શાહ થાકીને હઝરત અહમદ ગંજ બક્ષ પાસે આવ્યા. અને પોતાની વ્યથા જણાવી. હઝરત અહમદ ગંજ બક્ષ થોડીવાર મૌન રહ્યા પછી ચહેરા પર હાસ્ય પાથરતા બોલ્યા, કે “ત્રીજો અહમદ હું છું. અને ચોથો અહમદ આપ છો. ”
આમ આ ચારે સંતોની હાજરીમાં સાબરમતીના કિનારે જયાં હાલ એલિસબ્રીજ આવેલો છે, તેના શહેર બાજુના છેડા ની બાજુમાં આવેલા માણેક બુર્જ તરીકે ઓળખાતા સ્થળે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧, (ઇસ્લામિક તારીખ હિજરી સન ૮૧૩ ઝિલકદ માસની ૭મી તારીખે (બપોરે એક વાગ્યાને વીસ મીનીટે અહમદાબાદ શહેરનો પાયાની પ્રથમ ઇંટ મુકાઇ. આ જ જગ્યા માણેક બુર્જ ના નામે આજે મશહૂર છે. આ ચારેય સંતોએ અહીં દોરી પકડી જગ્યાઓની માપણી પણ કરી.
આ ઉપરાંત બાર વલીઓ - બાબા ખોજુ, બાબા લાળુ, બાબા કરામત , બાબા અલી શેર, બાબા મહમુદ, બાબા તવક્કલ, બાબા લુલુઈ(લવલવી), બાબા અહમદ હંકોરી, બાબા કમાલ કિરમાની, બાબા લધ્ધા, બાબા ઢોકલ અને બાબા સૈયાહ રહે. નામનાં બાર બાબાઓ પણ આ શહેરની સ્થાપનાની વિધિ વખતે હાજર હતા એમ કહેવાય છે, જેમણે શહેરની સલામતી અને વૃદ્ધિ માટે દુઆ કરી હતી. આ બાર સંતોને દિલ્હીનાં મશહૂર સૂફી નિઝામુદ્દીન ઔલિયા રહે.એ ધર્મપ્રચાર હેતુ ગુજરાત મોકલ્યા હતા. સુલ્તાન અહેમદશાહે તેમનું સ્વાગત કર્યું અને તેમને મનપસંદ જગ્યાઓ આપી. જીવનનાં અંતિમ સમય સુધી તેઓ ત્યાં ધર્મ કાર્ય કરતા હતા. સૂફીઓ દરેક ધર્મ અને જાતિનાં લોકો માટે કોઇ પણ જાતનાં ભેદભાવ વગર લંગર ચલાવતા, ભોજન કરાવતા અને બિમાર લોકો માટે દુઆ કરતા અને માવજત કરતા.
ગુજરાતમાં દિલ્હીની સલ્તનત થી આઝાદ થઇ સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત લગભગ 175 વર્ષ સુધી અમલમાં રહી. અને બધાં જ સુલ્તાનો સૂફીઓને ખૂબ જ માન સન્માન આપતા હતા અને તેમને દરેક પ્રકારની મદદ કરતા હતા. કારણકે તેઓ એ માન્યતા ધરાવતા હતા કે તેમને સલ્તનત જે મળી છે, તે પાછળ આ સૂફીઓની દુઆ કારણભૂત છે.
વાત એમ હતી કે સુલ્તાન અહમદશાહના દાદા ઝફરખાન જયારે દિલ્હીમાં હતા ત્યારે એક મખ્દૂમ જહાંનિયા રહે. નામના પ્રસિદ્ધ સૂફીએ ઝફરખાન માટે ભવિષ્યવાણી કરી હતી કે ગુજરાતની સત્તા તેમના હાથમાં આવશે. ઝફરખાન તેમની પત્નીના કહેવાથી ફરીવાર સૂફીનાં દરબારમાં ગયા અને આ સત્તા તેમના વારસામાં પણ ચાલુ રહે તે માટે દુઆ કરવા કહ્યું. હજરત મખ્દૂમ જહાંનિયાએ આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ ઝફરખાન દિલ્હી સલ્તનતમાં ગુજરાતનાં ગવર્નર બન્યા તે પછી દિલ્હીમાં તૈમૂર લંગનાં આક્રમણ પછી સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનાં પ્રથમ સુલ્તાન બન્યાં. આ જ સંત મખ્દુમ જહાંનિયાના પુત્ર અને વટવામાં જેમની દરગાહ આવેલ છે, તેવા સૂફી કુત્બે આલમે આ શહેર માટે દુઆ કરી હતી કે "અહમદાબાદ અબદોઆબાદ." એટલે કે "અહમદાબાદ, તું સદા આબાદ રહે." જાણે કે આ જ દુઆ હતી કે આ શહેર નદીનાં પૂર, દુકાળ, ભૂકંપ અને બાહ્ય આક્રમણો પછી પણ સદા આબાદ રહ્યું. અને આજે પણ સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારનાં લોકો પણ આ શહેરમાં આવ્યા અને સદા માટે અહીં આબાદ થઇ ગયા.
એમ કહેવાય છે કે અગાઉના સમયમાં મોટા કિલ્લા અને સ્થાપત્યોમાં તે નિર્માણ સદૈવ ટકી રહે તે માટે માનવબલી આપવાની પ્રથા હતી. મારી જાણકારી પ્રમાણે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, કચ્છમાં ભુજ નો કિલ્લો અને રાજસ્થાનના મહેરાનગઢમાં આવું બન્યું હતું. પણ ઇસ્લામિક સ્થાપત્યોમાં આવી કોઈ કુપ્રથા અનુસરવામાં આવી હોય તેવું મારી જાણકારીમાં નથી.
આપનો દિન શુભ રહે.
✍️- *અશોકકુમાર હંસદેવજી સાગઠિયા*
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧
No comments:
Post a Comment